મુંબઈ-દિલ્હી વચ્ચે હાઈસ્પીડ ટ્રેનોની ગતિને વધારવા તૈયારી

File
મુંબઈ-નવીદિલ્હી-અમદાવાદ રૂટ પર ૨૦૦ કિલોમીટર પ્રતિકલાક ઝડપે ટ્રેનો દોડાવવા તૈયારીઃ ટ્રેકમાં વધુ સુધાર
અમદાવાદ, મુંબઈથી નવી દિલ્હી વચ્ચે ચાલતી ટ્રેનોની ગતિ ૧૬૦થી ૨૦૦ કિલોમીટર પ્રતિકલાક કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં જાહેરાત કરી છે. આ અંતર કાપવા માટે હાલમાં ૧૫થી ૧૭ કલાક લાગે છે.
પરંતુ આને ૧૨ કલાકમાં લાવવાની શક્યતા પર કામગીરી ચાલી રહી છે. ડબલીકરણ તથા નવી રેલવે લાઈન બિછાવવાની કામગીરી જારદારરીતે ચાલી રહી છે. આજ નાણાંકીય વર્ષમાં આ કામો પૂર્ણ કરવાના આદેશો પણ જારી કરવામાં આવી ચુક્યા છે. સામાન્ય બજેટના દિવસે રેલવેની કમાણીને વધારવા માટે ૧૫૦ ટ્રેનોને પીપીપી મોડલ પર ચલાવવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત પ્રવાસી સ્થળોને જાડવા માટે નાના અંતરની તેજસ ટ્રેન દોડાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રેલવેને કોઇ નવી ટ્રેનો, ફ્રિકવન્સીમાં વધારાની પણ જાહેરાત કરાઈ છે. પશ્ચિમ રેલવેના અધિકારીઓના કહેવા મુજબ બજેટની જાહેરાત થયા બાદથી હાથ ધરવામાં આવેલા કામોની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. મુંબઈથી નવી દિલ્હીની વચ્ચે ટ્રેનોની ગતિ ૧૩૦થી ૧૩૫ કિલોમીટર પ્રતિકલાકની છે જ્યારે ટ્રેનોની સરેરાશ ગતિ ૮૦થી ૯૦ કિલોમીટર હોય છે. હાઈસ્પીડ ટ્રેન દોડાવવા માટેની કામગીરી ચાલી રહી છે. ટ્રેકમાં સુધારા કરવામાં આવી રહ્યા છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં મુંબઈથી નવી દિલ્હી તથા અમદાવાદની વચ્ચે ટ્રેકોમાં સુધાર કરીને ટ્રેનોની ગતિ ૧૬૦થી ૨૦૦ કિમી પ્રતિકલાક કરવા પર કામગીરી ચાલી રહી છે. મુંબઈ-નવીદિલ્હી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી સાંજે પાંચ વાગે રવાના થઇને સુરત સાંજે ૭.૩૦ વાગે પહોંચે છે પરંતુ આ અંતરને હાઈસ્પીડ ટ્રેનો દ્વારા ૧૨ કલાકમાં કાપવા માટે ટ્રેકને વ્યવÂસ્થત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મળેલી માહિતી મુજબ આગામી દિવસોમાં વધુ ઝડપથી ટ્રેનો દોડાવવાની યોજના રહેલી છે.