મુંબઈ પોલીસની મેનેજર દિશા સાલયાન સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ
સુશાંત કેસમાં મુંબઇ પોલીસની મોટી બેદરકારી-બિહાર પોલીસની ટીમ માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે માહિતી લેવા પહોંચી હતી
મુંબઈ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મામલે મુંબઇ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ખબર છે કે, મુંબઇ પોલીસએ અજાણતા દિશા સાલયાન સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ કરી દીધુ છે. અહી સુધી કે બિહાર પોલીસને દિશાનું કોમ્પ્યુટર/ લેપટોપ પણ આપવામાં આવતુ નથી.
જ્યારે બિહાર પોલીસે કહ્યું કે, તેમને લેપપોટ આપવામાં આવે તો તે ફોલ્ડર ફરીથી પાછુ લાવી શકે છે. મુંબઇ પોલીસે આ કેસમાં જે પ્રાકરનાં નિવેદન બિહાર પોલીસ સામે મુક્યા છે તે જોતા મુંબઇ પોલીસની કાર્યપ્રણાલી પર શંકા ઉભી થાય તેવા છે. માહિતી મુજબ, બિહાર પોલીસની ટીમ શનિવારે સાંજે માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે કેટલીક માહિતી લેવા પહોંચી હતી.
સૂત્રો મુજબ, મુંબઇ પોલીસનાં તપાસ અધિકારી તમાંમ જાણકારી મોઢે મોઢ આપી રહ્યાં હતાં. ત્યારે મુંબઇ પોલીસને બિહારનાં તાપસ અધિકારીને કોઇ ફોન આવ્યો જે બાદ તમામ ચીજો બદલાઇ ગઇ. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર તે બાદ મુંબઇ પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે તેમનાંથી અજાણતા દિશા સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ થઇ ગયુ છે જે બાદ બિહાર પોલીસે તે કોમ્પ્યુટર/ લેપટોપ પણ માંગવામાં આવ્યું જોકે તે પણ મુંબઇ પોલીસ દ્વારા આપવામાં આવ્યું નથી.
બિહાર પોલીસ સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાનનાં પરિવારની પણ પૂછપરછ કરશે. તેઓ સતત દિશાનાં પરિવારનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પણ હાલમાં તેમનાં સાથે કોઇ જ સંપર્ક બની રહ્યો નથી. બિહાર પોલીસે આપેલી માહિતી અનુસાર, સુશાંત દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું કોઇપણ સિમ કાર્ડ તેનાં નામથી રજિસ્ટર્ડ ન હતું. એક સિમ કાર્ડ તેનાં મિત્ર સિદ્ધાર્થ પીઠાનીના નામ પર હતું. હાલમાં તેનાં કોલ ડિટેલ રેકોર્ડ ટ્રેક કરી રહ્યાં છીએ.