Western Times News

Gujarati News

મુંબઈ પોલીસે અનન્યાની કાર રેંજ રોવરને લૉક કરી

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગહેરાઈયાંની સફળતાને એન્જાેય કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે અનન્યા પાંડે પોતાના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે મુંબઈના એક સ્ટુડિયોમાં અનન્યા પાંડે શૂટિંગ માટે પહોંચી હતી અને જ્યારે તે પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી ત્યારે મુંબઈ પોલીસે તેની કાર રેંજ રોવરને લૉક કરી દીધી.

અનન્યા પાંડેની ગાડી સાથે સ્ટુડિયોના ક્રૂ મેમ્બરની ગાડીઓ પણ પાર્ક હતી. તે પાર્કિંગ એરિયા નહોતો પણ સ્ટુડિયોનો સામાન રાખવા માટે બુક્ડ હતો. લેટેસ્ટ રિપોર્ટ્‌સ મુજબ, લૉક લગાવ્યા પછી અનન્યા પાંડેના સિક્યોરિટી સ્ટાફે પોલીસ સાથે મળીને આ સમગ્ર મામલો ઉકેલી લીધો. કેટલીક વૉર્નિંગ સાથે આ કારને રિલીઝ કરવાની વાત પણ કરવામાં આવી. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

અહીં નોંધનીય છે કે હાલમાં જ અનન્યા પાંડેએ અંડર વૉટર ફોટોશૂટના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમાં તે વ્હાઈટ સ્વિમવિયરમાં પાણીની અંદર પોઝ આપતી જાેવા મળી હતી. ત્યારે અનન્યા પાંડેના ફેન્સ પણ તેની પ્રશંસા કરતા જાેવા મળ્યા હતા. એક્ટ્રેસ અનન્યા પાંડેની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગહેરાઈયાં’માં સંબંધોની ઉપલી સપાટી વિશે વાત નથી કરતાં તેઓ તેના ઊંડાણમાં ઉતર્યા છે.

આ પ્રકારની ફિલ્મો હિન્દી સિનેમામાં ખૂબ ઓછી બની છે. ફિલ્મ સ્પષ્ટપણે વુડી એલનની સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ ‘મેચ પોઈન્ટ’ (૨૦૦૫)થી પ્રેરિત છે. ડાયરેક્ટર શકુન બત્રાએ ફિલ્મમાં માત્ર ઈન્ટીમસી એ રીતે દર્શાવી છે કે તમે ફિલ્મમાં શારીરિક પ્રેમ કરતાં વધુ કંઈક શોધવા મથો છો. કલ્પના કરો કે, તમે જેને પ્રેમ કરો છો તે તમારી સામે ભાવનાત્મક દ્રષ્ટિએ નગ્ન થઈ જાય તો? તમારી આ નબળાઈ પર સમાજ તમને પશ્ચાતાપ કરવા મજબૂર કરે છે? ફિલ્મમાં આ મુદ્દો પણ દર્શાવાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.