મુંબઈ પોલીસે ગટરમાંથી ૨૧ લાખનું સોનું બહાર કાઢ્યું
મુંબઇ, મુંબઇની જુહુ પોલીસે ચોરીના કેસમાં એક ૧૭ વર્ષીય સગીરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરે સોનું ચોરીને ગટરના ઢાકણામાં છુપાવી રાખ્યું હતું અને મિત્રો સાથે પોતે બીયર પાર્ટી કરી રહ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી ૨૧ લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા હતા.
આ ઘટના મુંબઈના જુહુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. નહેરુ નગર વિસ્તારમાં રહેતી પૂજા પોતાના પરિવાર સાથે મહાબળેશ્વરની મુલાકાતે ગઈ હતી પરંતુ જ્યારે તે મહાબળેશ્વરથી પરત ફરી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે જાેયું કે મકાનમાં રાખેલા આશરે ૨૧ લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ હતા. ઘરમાં ચોરી થઈ છે તે સમજવામાં પૂજાને લાંબો સમય લાગ્યો નહીં.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે છોકરો નવમું ફેલ હતો અને તે કામ શોધી રહ્યો હતો. તેના પિતા ટેમ્પો ડ્રાઇવર છે. આવી ખરાબ પરિસ્થિતિમાં પાર્ટી માટે પૈસા ક્યાંથી આવ્યા? ત્યારબાદ પોલીસે જ્યારે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે તેણે ચોરીની કબૂલાત કરી હતી.