મુંબઈ હુમલાઓનો માસ્ટર માઈન્ડ, હાફિઝ સઈદને લાહોરમાં ઝડપી લેવાયો
નવી દિલ્હી: મુંબઇ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની ધરપકડ લાહોરથી કરવામાં આવી છે અને તેને પાકિસ્તાનમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બુધવારે પાકિસ્તાની મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો હતો. હાફિઝને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
હાફિઝ સઈદ દ્વારા સંચાલિત સંગઠન જમાત ઉદ-દાવા (જુદ) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાહોરથી લઈને ગુજરાનવાલા તરફ જવાના સમયે આતંકવાદ વિરોધી અધિકારીઓએ તેમને ધરપકડ કરી હતી. તેમણે જે આરોપોનો સામનો કરવો પડ્યો હતો તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ આતંકવાદ ફાઇનાન્સિંગ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે, એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
આતંકવાદી લશ્કર-એ-તોઇબાના સ્થાપક હાફિઝ સઈદ પાકિસ્તાનમાં 23 ત્રાસવાદી કેસ દાખલ થયા છે. પાકિસ્તાનના ત્રાસવાદીઓ દ્વારા મુંબઈના ચાર દિવસની ઘેરાબંધીમાં તેમની સામેલગીરીના પુરાવા હોવા છતાં, હફીઝ સઈદને પાકિસ્તાનમાં વર્ષોથી મુક્તપણે ફરી રહ્યો હતો અને ભારત વિરોધી રેલીઓને સંબોધિત કરવાની પરવાનગી આપવામાં ન આવી હોવા છતાં તે રેલીઓને સંબોધીત કરતો હતો અને તેના પર આતંકવાદથી સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા છે.