મુકુલ રાયને PACના ચેરમેન નિયુક્ત કરવાની વિરૂધ્ધ સુવેંદુ કોર્ટમાં જશે
કોલકતા: નંદીગ્રામથી ભાજપના ધારાસભ્ય અને બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારી પાર્ટી છોડી ટીએમસી કોંગ્રેસમાં પાછા ફરેલ મુકુલ રાયને વિધાનસભાની લોક લેખા સમિતિ(પીએસી)ના ચેરમેન નિયુકત કરવાની વિરૂધ્ધ અદાલતનો દરવાજાે ખખડાવવાની તૈયારી કરી રહ્યાં છ.
ભાજપ વિધાનસભા પક્ષના સુત્રોએ કહ્યું ક ભાજપના મુકુલ રાયના પક્ષ પલ્ટાને લઇ પહેલા જ અદાલત જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુવેંદુએ ખુદ તેની જાહેરાત કરી હતી હવે તે મુકુલને પીએસીના અધ્યક્ષ બનાવવાની વિરૂધ્ધ અદાલતમાં કેસ કરી શકે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સુવેંદુ આ અઠવાડીયે બે મામલા દાખલ કરવા ઇચ્છે છે મામલા દાખલ કરતા પહેલા તે બંધારણીય નિષ્ણાંતોથી આ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી રહ્યાં છે આ ઉપરાંત તેમણે અનેક ભાજપના ધારાસભ્યો સાથે તેને લઇ ચર્ચા કરી છે તે પીએસીની બાબતમાં જાહેરમાં કાંઇ બોલવા માંગતા નથી પરંતુ તેમના નજીકના એક સુત્રે કહ્યું કે સુવેદુ મુકુલને વિધાનસભામાંથી બરતરફ કરવાની સાથે જ તેમને પીએસીના ચેરમેન પદેથી હટાવવા માટે હર સંભવ પગલા ઉઠાવવા ઇચ્છે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અદાલત જતા પહેલા તમામ મુદ્દા સાથે સંબંધિત જરૂરી દસ્તાવેજ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વિરોધ પક્ષના નેતા અનુસાર પીએસી ચેરમેનની નિયુક્તિને લઇ વિવિધ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી મુકુલની નિયુક્તિમાં ધારાસભ્યોના આનુપાતિક પ્રતિનિધિત્વના નિયમને માનવામાં આવ્યા નથી સૌથી પહેલા એ તર્ક આપવામાં આવ્યો છે કે મુકુલ ભાજપના ધારાસભ્ય છે જયારે ભાજપ સંસદીય પક્ષ તરફથી સમિતિના સભ્યના રૂપમાં તેમનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું ન હતું.
બીજુ મુકુલના નામના પ્રસ્તાવ અને સમર્થન કરનારાઓમાંથી કોઇ પણ ભાજપના ધારાસભ્ય નથી સુવેંદુ ભાજપના કેન્દ્રીય નેતૃત્વથી સલાહ લઇ આ સંબંધમાં પગલા ઉઠાવી રહ્યાં છે તે દિલ્હીના કેટલાક જાણીતા વકીલોથી પણ આ મુદ્દા પર ચર્ચા કરી ચુકયા છે.