મુકેશ અંબાણીએ દુનિયાના ટોપ-10 અરબપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યુ

નવી દિલ્હી, દુનિયાના ટોચના અરબપતિઓની યાદીમાં ગુરૂવારે મોટુ પરિવર્તન જોવા મળ્યુ. રિલાયન્સ ઈંડસ્ટ્રીસના શેરના ભાવ વધવાના કારણે મુકેશ અંબાણી એકવાર ફરીથી ટોપ-10ની યાદીમાં પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સના ચેરમેન 11 મા સ્થાને હતા, પરંતુ હવે તેમની નેટવર્થ 105.2 અરબ ડોલર પર પહોંચી ગઈ અને તે સીધા નવમાં સ્થાને પહોંચી ગયા છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં જોરદાર વધારાનુ મુખ્ય કારણ રિલાયન્સના શેરની કિંમતમાં વધારો થવાનુ છે. ઉલ્લેખનીય છેકે રિલાયન્સ ઈંડસ્ટ્રીસના શેર છેલ્લા પાંચ સત્રમાં સાત ટકા કરતા વધારે ઉછળીને નવા સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે.
ગુરૂવારે શરૂઆતી કરારમાં રિલાયન્સના શેરના ભાવ બે ટકાથી વધારાની ઝડપ સાથે 2,775 રૂપિયા પર પહોંચી ગયો. આ દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીસ લિમિડેટનુ બજાર મૂડીકરણ પણ વધતા 18.7 લાખ કરોડ રુપિયા કરતા વધારે થઈ ગયુ.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો. આ સિવાય બીજા સૌથી અમીર એમેઝોનના જેફ બેજોસએ પણ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. બેજોરની નેટવર્થ 4.1 અરબ ડોલર ઘટીને 179.8 અરબ ડોલર થઈ ગઈ છે.
બર્નાર્ડ અરનોલ્ટ 169.2 અરબ ડોલરની નેટવર્થની સાથે ત્રીજા સ્થાને છે, તેમની સંપત્તિમાં 3.7 અરબ ડોલરનો વધારો થયો છે. આ સિવાય માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ ચોથા સ્થાને છે. ગેટ્સની નેટવર્થ 326 મિલિયન ડોલરના વધારા સાથે 133.5 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. પાંચમા સ્થાને વોરેન બફેટ 125.8 અરબ ડોલરની નેટવર્થની સાથે છે.