મુકેશ અંબાણીએ બદ્રીનાથમાં ૧૫ મિનિટ સુધી બદરી વિશાલની પૂજા-અર્ચના કરી
મુંબઇ, બિઝનેસમેન મુકેશ અંબાણી દિવાળીના તહેવાર પર ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રરીનાથ ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૧૫ મિનિટ સુધી ભગવાન બદરી વિશાલની પૂજા-અર્ચન કરી. આ પછી તેમણે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા કરીને આશીર્વાદ લીધા. મુકેશ અંબાણી એકલા જ હેલિકોપ્ટરથી સવારે ૮ઃ૫૦ વાગે બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં તેમણું બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સમિતિની સભ્યોએ સ્વાગત કર્યુ. આ પછી તેઓ પૂજા માટે ગયા. બદ્રીનાથની પૂજા પછી તેઓ કેદારનાથના દર્શન કરવા માટે રવાના થઇ ગયા.
બદ્રીનાથ-કેદારનાથ સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદના અનુસાર, ”મુકેશ અંબાણીએ ૨ કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. જેમાંથી એક કરોડ બદ્રીનાથ માટે જ્યારે બાકીના ૧ કરોડ કેદારનાથ માટે છે. આ સિવાય મુકેશ અંબાણીએ કર્ણાટકમાં ચંદન વાટિકાની જમીન ખરીદવા માટે મુંબઇ બોલાવ્યા છે.” દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં શામેલ મુકેશ અંબાણીને ભગવાન બદરી વિશાલમાં ખૂબ જ આસ્થા છે. તેઓ દર વર્ષે ધામમાં આવીને દર્શન કરે છે. ગત મે મહિનામાં તેઓ આવ્યા હતા અને ગીતાનો પાઠ કરાવ્યો હતો. એટલું જ નહી તેઓ બદ્રીનાથ અને કેદારનાથમાં ચંદન અને કેસર માટે ધનરાશિ ચોક્કસથી આપે છે. દર વર્ષે તેઓ ૨ કરોડ રૂપિયા ચંદન માટે ભેટ કરે છે.આ સાથે જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથમાં ચંદનની ઉણપ ના થાય તે માટે કર્ણાટકમાં પાંચ વીધા જમીન પર બદરીશ ધીરુભાઇ અંબાણી ચંદન વાટિકા સ્થાપિત કરવા માટે સહમતી આપી દીધી છે.