મુકેશ અંબાણીની વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી

નવી દિલ્હી, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર દ્વારા ક્લીનિકલ ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તે ૨ ડોઝવાળી વેક્સિન છે. જાણવા મળ્યા મુજબ આ ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂર કરવામાં આવેલી રિકોમ્બિનેન્ટ પ્રોટીન બેઈઝ્ડ વેક્સિન છે.
એસઈસીની બેઠકમાં રિલાયન્સ લાઈફની અરજીની સમીક્ષા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. રિલાયન્સે પોતાની પ્રસ્તાવિત વેક્સિનના ફેઝ-૧ ટ્રાયલ માટે ડ્રગ રેગ્યુલેટરનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ લાઈફ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સત્તાવાર કંપની છે જે થોડા સમયથી વેક્સિનને લઈ કામ કરી રહી હતી. જાણવા મળ્યા મુજબ ફેઝ-૧ ક્લીનિકલ ટ્રાયલથી મેક્સિમમ ટોલરેટેડ ડોઝ નિર્ધારિત કરવાના ઉદ્દેશ્યથી વેક્સિનની સુરક્ષા, સહનશીલતા, ફાર્માકોકાઈનેટિક્સ અને દવાઓની ક્રિયાઓના મિકેનિઝમ અંગે જાણકારી પ્રાપ્ત કરવાનો છે.
નિષ્ણાતોનું માનીએ તો ટોલરેટેડ ડોઝની શક્તિ તપાસવા માટે સામાન્ય રીતે ફેઝ-૧ ટ્રાયલ્સ ૫૮ દિવસોની હોય છે. તેના પૂર્ણ થયા બાદ ફેઝ-૨ અને ફેઝ-૩ માટે ટ્રાયલની અરજી કરવામાં આવે છે. ભારતમાં હાલ સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ઈમરજન્સી ઉપયોગ માટે સ્પૂતનિક વી, મોડર્ના, જાેનસન એન્ડ જાેનસન અને ઝાયડસ કેડિલાની વેક્સિનને પણ મંજૂરી અપાઈ છે.SSS