મુકેશ અંબાણી ટોપ ૧૦ અમીરોની યાદીમાં બે ક્રમાંક નીચે ઉતર્યા
નવીદિલ્હી, દુનિયાના ટોપ ૧૦ અમીરોની યાદીની નવી યાદીમાં ભારતના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણી બે ક્રમાંક નીચે આવી હવે સાતમા ક્રમાંકે આવી ગયા છે.શુક્રવારે તેઓ પાંચમા ક્રમાંકે હતાં. શેર બજારમાં રિલાયંસ ઇડસ્ટ્રીઝઃના શેરોમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. તેની અસર આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીના નેટવર્થ પણ પડી છે.ફોર્બ્સ રિયલ ટાઇમ બિલેનિયર લિસ્ટના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીના નેટવર્થમાં ૩.૭ અબજ ડોલરની કમી આવી હવે તેમની સંપત્તિ ૭૪.૬ અબજ ડોલર રહી ગઇ છે.
એશિયાના સૌથી મોટા ધનિક મુકેશ અંબાણીએ એલન મસ્ક અને વોરેન બફેટને પાછળ છોડી દીધા જયારે ફેસબુકના શેરોમાં ભારે ધટાડાના કારણે માર્ક જુકરબર્ગની સંપત્તિમાં પણ કમી આવી જાે કે તે ૯૬.૭ અબજ ડોલરની સાથે ચોથા સ્થાન પર બનેલ છે.પહેલા સ્થાન પર અમેજનની સીઇઓ જેફ બેજાેસ છે.
એ યાદ રહે કે ફોર્બ્સના રિયલ ટાઇમ બિલિયનેયર રેકિંગ્સથી દરરોજ પબ્લિક હોલ્ડિંગમાં થનાર ઉતાર ચઢાવની બાબતમાં માહિતી મળી છે. દુનિયાના અલગ અલગ ભાગોમાં શેર બજારપ ખુલ્યા બાદ દરેક પાંચ મિનિટમાં આ ઇડેકસ અપડેટ થાય છે જે વ્યક્તિઓની સંપત્તિ કોઇ પ્રાઇવેટ કંપનીથી સંબંધિત છે. તેનું નેટવર્થ દિવસમાં એકવાર અપડેટ થાય છે.HS