મુકેશ અંબાણી દાદા બન્યા, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનાં ઘરે લક્ષ્મીજી અવતર્યાં
મુંબઈ, દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે દાદા બની ચૂક્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ આજે સવારે 11 વાગ્યે દીકરીને જન્મ આપ્યો છે. 9 માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી.