મુકેશ અબાણીને પછાડી ચીનનો કારોબારી એશિયાનો સૌથી અમીર વ્યક્તિ બન્યો
નવીદિલ્હી, બજાર મુડીકરણના કારણે દેશની સૌતી મોટી કંપની રિયાયંસ ઇડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) એ વર્ષ ૨૦૨૦માં ૪૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ નાણાં એકત્રિત કર્યા છે
પરંતુ રિલાયંસના માલિક મુકેશ અબાણીને પછાડી ચીનના વાટર કિંગ કહેવાતા ઉદ્યોગપતિ ઝોંગ શાનશાન એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.
ઝોંગ શાનશાનની કુલ સંત્તિ આ વર્ષ ૭૦.૯ અરબ ડોલર વધી ૭૭.૮ ડોલર થઇ ગઇ છે એટલે કે તેમણે ચીનના સૌથી અમીર વ્યક્તિ અને અલીબાબાના જૈક માને પણ પછાડી દીધા છે શાનશાન બોટલબંધ પાણી અને કોરોનાની રસી બનાવવા જેવા કારોબારીથી જાેડાયેલ છે.
જાે કે ઝોંગ શાનશાન એક ખાનગી અરબપતિ છે તેમની બાબતમાં મીડયામાં ચર્ચા ઓછી થઇ છે તેમણે પોતાના જીવનમાં પત્રકારિતા,મશરૂમની ખેતી અને આરોગ્ય સેવા જેવા કામ કર્યા છે
ઝોંગે ચીની પ્રૌદ્યોગિકીવિદોના એક સમૂહને ગળે લગાવ્યા છે જેમાં મુકેશ અંબાણી અને જૈક મા સામેલ છે. બ્લુમબર્ગ બિલિયનેયર્સ ઇડેકસ અનુસાર વર્ષ ૨૦૨૦માં ઝોંગની સંપત્તિ વધી ૭૭.૮ અબજ ડોલર થઇ ગઇ છે એક બાજુ જયાં કોરોના વાયરસ મહામારીને કારણે દુનિયાની આર્થિક સ્થિતિ બગડી છે
અને કારોબારીઓને મોટું નુકસાન થયું છે ત્યાં બીજી તરફ ઝોંગ શાનશાનની સંપ્તિ આ વર્ષ ખુબ તેજીથી વધી છે જેના કારણે તે એશિયાના સૌથી અમીર કારોબારી બની ગયા છે.૬૬ વર્ષીય ઝોંગને ચીનમાં લોન વુલ્ફ તરીકે પણ જાણવામાં આવે છે.
હકીકતમાં એપ્રિલમાં તેણે બીજીંગ વેન્ટાઇ બાયોલોજિકલ ફાર્મસી ઇટરપ્રાઇઝ કંપનીથી વેકસીન વિકસિત કરી અને કેટલાક મહીનાઓ બાદ બોટલબંધ પાણી બનાવનારી નોંગફુ સ્પ્રિગ કંપની હોંગકોગમાં સૌથી લોકપ્રિયમાંથી એક બની ગઇ આથી આ વર્ષ તેમની સંપત્તિમાં જાેરદાર વધારો થયો.
અલીબાબાના સહ સંસ્થાપક જૈક માની સંપત્તિમાં ગત બે મહીના દરમિયાન ૧,૦૧૦ કરોડ (૭૪,૭૪૦ કરોડ રૂપિયા)નો ઘટાડો નોધાયો માની સંપત્તિ ઓકટોબરના અંતમાં ૬,૧૦૦ કરોડ ડોલર (૪.૫૧ લાખ કરોડ રૂપિયા) હતી પરંતુ હવે તેમની સંપત્તિ ઘટી ૫,૦૯૦ કરોડ ડોલર (લગભગ ૩.૭૭ લાખ કરોડ રૂપિયા) થઇ ગઇ છે.તે બ્લુમબર્ગની ટોપ ૫૦૦ અમીરોની યાદીમાં નીચે ઉતરી ૨૫માં સ્થાન પર આવી ગઇ છે,HS