Western Times News

Gujarati News

મુખર્જી દયા અરજી ફગાવીને રાત્રે ઊંઘી પણ નહોતા શકતા

નવી દિલ્હી: કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોય પછી આરોપી તેની સામે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી શકે છે. પરંતુ આ દયા અરજી જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે આવતી હતી અને તેઓ અરજીને ફગાવતા હતા ત્યારે તેમની સ્થિતિ એકદમ બદલાઈ જતી હતી. તેમની ઊંઘ પણ ઉડી જતી હતી.

કારણ કે આ અરજી ફગાવ્યા પછી આરોપી પાસે બચવા માટે કોઈ રસ્તો બાકી રહેતો નથી અને તેને ફાંસીની સજા આપવામાં આવતી હોય છે.

આ જ અંગે પ્રણવ મુખર્જીના પુસ્તકમાં મહત્વનો ખુલાસો થયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ બુધવારે કહ્યું કે તેમના પિતાએ તમામ દયા અરજીના કેસને “ઊંડો વિચાર કર્યા” પછી તેના પર ર્નિણય લીધો છે. તેમના પિતાના પુસ્તક ‘ધ પ્રેસમિડેન્સિયલ ઈયર્સના લોકાર્પણ દરમિયાન તેમણે જણાવ્યું કે અરજીઓમાં રાષ્ટ્રપતિની અંતિમ આશા હોય છે એટલે તેમાં માનવતાનો દૃષ્ટિકોણ હોય છે.

શર્મિષ્ઠાએ કહ્યું, એટલા માટે ત્યાં બેઠેલી વ્યક્તિ કેવું અનુભવે છે, જ્યારે તે જાણે છે કે એક સહીથી તે (કોઈનુ ભવિષ્ય) નક્કી કરવા જઈ રહી છે? માટે નિશ્ચિત જ, મે આ પીડાને અનુભવી છે. શર્મિષ્ઠા આગળ જણાવે છે કે, જ્યારે હું તેમને પૂછતી હતી તે તેઓ કહેતા હતા કે, હું રાત્રે ઊંઘી નથી શકતો. એક વખત જ્યારે હું અરજી ફગાવી દઉં છું

ત્યારે હું રાત્રે ઊંઘી શકતો નથી. તેમણે કહ્યું કે દરેક બાબતોને ઘણી બારીકાઈથી જાેવી પડે છે અને ઊંડાણપૂર્વક તેમાંથી બહાર આવવાની કોશિશ કરવામાં આવે છે. ૨૦૨૧-૧૭ સુધી રાષ્ટ્રપતિ રહેલા મુખર્જીએ ૨૬/૧૧ મુંબઈ હુમલાના ગુનેગાર આતંકવાદી અજમલ કસાબ અને સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુની દયા અરજી પર કાર્યવાહી કરી હતી.

શર્મિષ્ઠાએ પુસ્તકથી પિતાની વાત રજૂ કરી છે કે સજા તેમણે નથી આપી પરંતુ ન્યાયતંત્રએ આપી છે. પ્રણવ મુખર્જીએ પોતાના કાર્યકાળમાં ફાંસીની સજા મેળવી ચૂકેલા સૌથી વધારે દોષિતોની દયા અરજી ફગાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.