મુખવટોઃ ઓળખ છુપાવવાં ચઢેલો નકાબ, એક સજ્જન અને દુર્જન ચહેરો
કોણ કોનો ચહેરો પહેરી ફરે કોને ખબર?
શ્વાસ પણ પહેરો પહેરી ફરે કોને ખબર?
ઉપર લખેલી પંકિત મારા મિત્ર ડૌ રાજેશ વણકરના છે
જીવન વહેવારમાં આપણે અલગ અલગ પ્રકૃતિના મનુષ્યનાં પરિચયમાં આવીએ છીએ.
પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ, ગમો,અણગમો, જીવન જીવવાની કલા અને કાર્ય અલગ હોય છે. દરેક મનુષ્યને તેના ગુણો અને આગવી શકિત હોય છે.એનાં માટે એજ પ્રકારના માહોલમાં ઘડાયો છે એના પર નિર્ભર હોય છે.
સમાજ અને કુટુંબને ટકાવી રાખવાં ઘણીવાર આપણે આવા અસામાજિક તત્વોને લોકો સહન કરી લેતાં હોય છે. દોસ્તો પાણીમાં રહીને મગર સાથે વેર બાંધવું એમાં સાર નહીં એટલે જ કદાચિત તેઓ સમાજથી દુર થઈ ગયાં છે.
દોસ્તો માણસ આધી , વ્યાધિ, ચિંતા, તનાવ , માન અભિમાન, ક્રોધ, લોભ, પૂર્વગ્રહ અને અશાંતિથી ઘેરાયેલો છે.
દોસ્તો મનની સ્થિરતા અને શાંતતા પર કોઈ પણ પ્રકારના ઘા લાગતો નથી.
સમાજમાં ભાતભાતના માણસો છે કોણ સાચા? ને કોણ ખોટાં? એ ઓળખવું મુશ્કેલ છે. દરેક માણસો પોતાનાં ચહેરા પર મુખવટો રાખીને ફરે છે.જે સમય આવે ઉજાગર થાય છે. અહીં સ્વાર્થી અને ધૂર્ત લોકોનો તોટો નથી. દોસ્તો મુખવટો કોને કહેશો?
નાના હતાં ત્યારે મહોરુ પહેરીને ફરતાં એ મુખવટો કે પછી સર્કસમાં જોકર કરે એ મુખવટો? દોસ્તો મારા હિસાબે મુખવટો એટલે પોતાની ઓળખ છુપાવવાં ચઢેલો નકાબ એક સજ્જન અને દુર્જન ચહેરો .હવે તો મહોરાઓ બદલાઈ ગયાં છે.સરળતા, લાગણી અને સહિષ્ણુતા ઓછી થઈ ગઈ છે. માણસ કૃત્રિમ રીતે જીવે છે. સંવેદના, સહાનુભૂતિતો ક્યારની લોપ થઈ ગઈ છે. કોઈએ આપણું સારુ કર્યુ હોય સહાનુભૂતિ દર્શાવી હોય આપણી પાસે તેનાં આભારના ર શબ્દ પણ હોતાં નથી.નાના માણસોની સેવાને આપણે સહજ ભુલી જઈએ છીએ.
આજે મને એક પ્રસંગ યાદ આવે છે કોણે કહ્યુ એતો યાદ નથી પણ કીધા વગર રહી શકતી નથી એક વાર ભગવાને સ્વર્ગમાં એક વિશેષ પ્રકારનો ભોજન સમારંભ યોજેલો એમાં ધરતી પરનાં બધાં જ સદગુણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ એક વાતથી ભગવાન પોતે હેરાન હતાં
કારણ આમંત્રિત મહેમાનોમાંથી બે જણ એકબીજાને ઓળખતા નહોતાં એક સહાનુભૂતિ અને બીજી કૃતજ્ઞતા. આ બન્ને આપણી ધરા પર કદી ભેગા જ નહીં થયેલાં. ભેગાં થાય પણ કયાંથી? આપણી પર કોઈએ ઉપકાર કર્યો હોય એને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ? કોણ જાણે કેમ આપણો અહમ આપણને નડે છે.
કેટલીય વખત તો આપણે બહારથી ઉપરછલ્લો દેખાડો કરીને અંદર થી તો એનો વિરોધ જ પ્રગટ કરીએ છીએ વિરોધ પણ અનેક પ્રકારના પ્રેમથી, રોષથી , વ્યંગ કટાક્ષથી મહેણું મારીને સામા માણસને ન ગમતી વાત કરીને ઘા કરીએ છીએ. એ પણ સ્થળ સમય અને સંજોગો જોયાં વગર . આ મનુષ્યવૃતિ છે.
બીજાં એવાં પ્રકારના મનુષ્યો પણ હોય છે. જે બીજાં આગળ વધે અથવા કોઈ એની પ્રસંશા કરે તો રાજી હોતાં નથી. ઉપર છલ્લો દેખાડો કરીને અંદર ખાને આ ટીકા કે નિંદા કરે છે.એટલે જ લખ્યું છે કે તુલસી ઈસ સંસાર મેં ભાતભાત કે લોગ દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે કડવું બોલનાર કરતાં મીઠું બોલીને નકાબ પહેરનાર તમારી પીઠ પાછળ. આ મારો પોતાનો અનુભવ છે. આપણાંથી અથવા આપણાં થકી જ આગળ આવતાં લોકો એટલાં વિશ્વાસઘાતી હોય છે કે એમને પહેરાવો મુખવટો આપણે ઓળખી નથી શકતાં પણ આવા આફિનના સાપો ડંખ મારે મારે ને મારે જ છે.