મુખ્તર અંસારીના ગેરકાયદેસર કબજાવાળી બે ઇમારતો તોડી પડાઇ
લખનૌ, કાનપુરના બિકરૂ કાંડ બાદ યુપી પોલીસની ધરપકડ તેજ થઇ ગઇ છે.પૂર્વાચલની મઉ સદરક વિધાનસભા બેઠકથી બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીની વિરૂધ્દ લખનૌ વિકાસ પ્રાધિકરણ (એલડીએ)એ મોટી કાર્યવાહી કરી છે અને લખનૌના ડાલીબાગ વિસ્તારમાં બનેલ મુખ્તાર અંસારીના ગેરકાયદેસર કબજાવાળી બે ઇમારતો તોડી પાડી છે.આ ઇમારતો તેમના પુત્રોના નામે નોંધાયેલી છે એલડીએએ ૧૧ ઓગષ્ટે ઇમારતને તોડી પાડવાના આદેશ આપ્યા હતાં. ઘારાસભ્ય મુખ્તાર અંસારીના ગેરકાયદેસર કબજાવાળી જમીન ખાલી કરાવવા માટે પોલીસ અને પ્રશાસનની ટીમ ડાલીબાગ ખાતે ગેરકાયદેસર કબજા પર ભારે પોલીસ દળ અને જેસીબીની સાથે પહોંચી આ દરમિયાન ગેટનું તાળુ તોડી ત્યાં બનેલ નિર્માણથી સામાન કાઢી પોલીસે કાર્યવાહી કરી.
બીજીબાજુ મુખ્તર ગેંગના સભ્યો પર પોલીસે સિકંજાે કસવાનું ચાલુ રાખ્યું છે પોલીસ ગેંગના સભ્યોના શસ્ત્ર લાઇસેંસ રદ કરી રહી છે. પૂર્વાચલ જ નહીં પરંતુ પ્રદેશના પાટનગર લખનૌ સુધી મુખ્તારથી જાેડાયેલ લોકો પર પોલીસ તાબડતોડ કાર્યવાહી કરી રહી છે.યુપીની મઉ પોલીસે અત્યાર સુધી મુખ્તારના નજીકના ૧૨ અપરાધિઓની અટકાયત કરી છે. આ અપરાધિઓમાં મુખ્તારના શાર્પ શુટર અનુજ કનૌજિયા સભાસદ અલ્તમશ અનીશ મોહર સિંહ જુલ્ફિકર કુરૈશી તારિક મોહમ્મદ સલમાન આમિર હમજા મોહમ્મજ તલહા જાવેદ આરજુ અને રાશિદ સામેલ છે મઉના એસપીએ જણાવ્યું હતું કે આગામી છ મહીના માટે તેમને કેદ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓના તમામ શસ્ત્ર લાયસેંસ પણ રદ કરવામાં આવ્યા છે અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.HS