મુખ્તાર અંસારીએ પંજાબની જેલમાં પત્ની સાથે દિવસ વિતાવતો હતો

ચંદીગઢ, ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા મુખ્તાર અંસારીએ ૨ વર્ષથી વધારે સમય પંજાબની રોપર જેલમાં સમય વિતાવ્યો તે અંગે આમ આદમી પાર્ટીની સરકાર તપાસ કરાવશે. જેલ મંત્રી હરજાેત સિંહ બૈંસે બજેટ સત્ર દરમિયાન જણાવ્યું કે, ૨૦૧૯માં અંસારી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી જેથી તે પંજાબમાં આરામથી રહી શકે.
હરજાેત સિંહે જણાવ્યું કે, ૨૫ લોકો માટે બનાવવામાં આવેલી બેરેકમાં તે એકલો જ રહેતો હતો. તેને દરેક પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ મળી અને તેની પત્ની તે દરમિયાન રોપરમાં જ રહેતી હતી. આખો દિવસ જેલમાં આવીને તે અંસારી સાથે સમય વિતાવતી હતી. પોલીસ અંસારીને જેલમાં રહેવામાં મદદ કરનારાઓ સામે પણ ટૂંક સમયમાં જ એફઆઈઆર દાખલ કરી શકે છે.
હરજાેત સિંહે સદનને સવાલ કર્યો હતો કે, શું એ વિચિત્ર વાત ન કહેવાય કે અંસારીને એક એફઆઈઆરના આધાર પર અહીં લાવવામાં આવે છે જે નકલી છે? એ પણ એવા સમયે જ્યારે ઉત્તર પ્રદેશમાં અન્ય કેસમાં તેના સામે કેસ ચાલતો હોય. અંસારીએ જેલમાંથી કદી જામીન માટે અરજી ન કરી અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ તેને ઉત્તર પ્રદેશ પરત મોકલવામાં આવ્યો.
હરજાેત સિંહે જણાવ્યું કે, અંસારીને કોના નિર્દેશ પર રોપર જેલમાં લાવવામાં આવ્યો હતો તે અંગે સરકાર તપાસ કરશે. ઉપરાંત એ અંગે પણ તપાસ કરવામાં આવશે કે, અંસારી વિરૂદ્ધ પંજાબમાં ખંડણીનો કેસ કઈ રીતે નોંધાયો. વધુમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ પોલીસે અંસારીની કસ્ટડીને સુરક્ષિત કરવા માટે પંજાબને ૨૦ પ્રોડક્શન વોરંટ મોકલ્યા હતા પરંતુ તેમને અંસારીની કસ્ટડી માટે મનાઈ કરી દેવામાં આવી હતી.
રાજ્યની તે સમયની કોંગ્રેસ સરકાર સતત અંસારી અસ્વસ્થ હોવાનું જણાવી રહી હતી. યુપી પોલીસે અંસારીની કસ્ટડી માટે આખરે સુપ્રીમ કોર્ટમાં રિટ કરવી પડી. રાજ્ય સરકારે તેના બચાવ માટે એક હાઈ પ્રોફાઈલ વકીલને કામ પર રાખેલો અને તે વકીલને ૫૫ લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા.SS2KP