મુખ્યમંત્રીએ અમદાવાદ ભદ્રકાળી મંદિરમાં દર્શન-પૂજન કર્યાં
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૮ ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન-પૂજન કર્યાં હતાં અને નવું વર્ષ ગુજરાતના અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ, સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે તેઓની સાથે અમદાવાદના મેયર કિરીટ પરમાર, પૂર્વ મેયર અમિત શાહ અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા.