મુખ્યમંત્રીએ ગણેશ આરતી કરીને રાજ્યની સુખ-શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી
અમદાવાદ વસ્ત્રાપુરના મહા ગણપતિ દર્શને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદવસ્ત્રાપુરના મહાગણપતિની દર્શન-આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
ગણેશોત્સવના છઠ્ઠા દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિઘ્નહર્તા શ્રી ગણેશની આરતી કરી રાજ્યની સુખ-શાંતિ-સલામતી માટેની અભ્યર્થના કરી હતી. સરદાર પટેલ સેવાદળ-વસ્ત્રાપુર દ્વારા મુખ્યમંત્રીશ્રીનુ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગણેશ આરતીમાં મુખ્યમંત્રીશ્રી સાથે વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ, બોળકદેવ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ શ્રી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.