મુખ્યમંત્રીએ ગુજરાતમાં શરૂ કરાવ્યું બાળકોનું રસીકરણ

ગાંધીનગર, આજથી રાજય સહિત દેશમાં ૧૨થી ૧૪ વર્ષના વયજૂથના બાળકોને કોવિડ-૧૯ની રસી આપવાનો પ્રારંભ થઇ ગયો છે. જેના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરિજ પ્રાથમિક શાળા સવારે નવ વાગે રાજયવ્યાપી વેકિસનેશનનો પ્રારંભ કરાવ્યો છે.
દેશભરમાં પણ બાળકોની રસીકરણનો પ્રારંભ થઇ ગયો છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે મંગળવારે વેક્સિનના ‘મિક્સ-ડોઝ’ આપવા અંગે નવી ગાઇડલાઇન પ્રસિદ્ધ કરી છે.
ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આજથી આ રસીકરણની શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ લીધી હતી. રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે.
૧૨ થી ૧૪ વર્ષની વય જૂથના અંદાજે ૨૩ લાખ બાળકોને કોવિડ-૧૯ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત આપવામાં આવશે. કેન્દ્રએ જાહેર કરાયેલી નવી ગાઇડલાઇન પ્રમાણે, ૧૨થી ૧૪ વર્ષના બાળકોને અપાનારા વેક્સિનના બે ડોઝના મિક્સિંગ બાબતે ઘણી જ કાળજી રાખવી અનિવાર્ય છે.
આ સાથે આરોગ્ય મંત્રાલયે તેવી પણ સ્પષ્ટતા કરી છે કે, જે બાળકોના નામ નોંધાયા હોય પરંતુ ૧૨ વર્ષ પૂરાં કર્યાં ન હોય તે બાળકોને આ ”મિક્સ-ડોઝ” આપવો ન જાેઈએ. જે બાળકો ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં જન્મ્યાં હોય અને જેઓને ૧૨ વર્ષ પૂરા થઈ ગયા હોય.
તેમને જ તારીખ ૧૬મી માર્ચથી વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરાશે. આ સાથે કેન્દ્ર સરકારે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવી દીધું છે કે, તેમણે પણ COWIN આપવા માટે તે બાળકનું જન્મ, વર્ષ નિશ્ચિત રીતે જાણી લેવું અનિવાર્ય છે. તે માટેની જવાબદારી વેક્સિનેટર અને વેરીફાયર ઉપર જ પૂરેપૂરી રહેશે.
આ સાથે આ જાહેરનામામાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ”આ વેક્સિનેશન તમામ લાભાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવશે. જેનો પ્રારંભ આજથી, બુધવાર તા. ૧૬મી માર્ચે યોજાનારા ”નેશનલ વેક્સિનેશન ડે” સાથે થશે.
તમામ સરકારી Covid-૧૯ સેન્ટર્સ ઉપર આ વેક્સિન આપવાનો પ્રારંભ થશે. આ બાળકોને હૈદરાબાદ સ્થિત બાયોલોજીકલ ઈવાન્સ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા Corbevaxના ડોઝ આપવામાં આવશે. તે ઈન્જેક્શન્સ ‘ઈન્ટર-મસ્ક્યુલર’ હશે. તેમાં ૨૮ દિવસના અંતરે બે ડોઝ આપવાના રહેશે.SSS