મુખ્યમંત્રીએ થલતેજ ખાતે વોર્ડના પેજસમિતીના પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી
ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજરોજ કર્ણાવતી મહાનગરના થલતેજ ખાતે વોર્ડના પેજસમિતીના પ્રમુખ અને પેજ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી
અને ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સદસ્યતા અભિયાન- 2022 અંતર્ગત વધુમાં વધુ લોકોને ભાજપાની વિચારધારા સાથે જોડવા હાંકલ કરી હતી.
શ્રી પટેલે જણાવ્યું કે સમાજના વિવિધ વર્ગોને આપણે ભાજપા સાથે જોડીએ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓના અનેકાનેક લાભો જરૂરત મંદ લાભાર્થીઓ સુધી પહોંચાડીએ તે માટે કામે જોતરાઈ જવા અપીલ કરી હતી.
આજના પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી અને મહાનગરના પ્રભારીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, પ્રદેશ સહ કોષાધ્યક્ષ શ્રી
અને પ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભાના ઈન્ચાર્જ ડૉ. અનિલ પટેલ, મહામંત્રીશ્રી જીતુભાઈ ભગત, પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય અને પૂર્વ મેયર શ્રી કાનાજીભાઈ ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ અને પેજ સમિતિના પ્રમુખશ્રી અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.