મુખ્યમંત્રીએ પ્રમુખસ્વામીના સમાધિસ્થળના દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે દર્શન કર્યા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ દર્શન કરી બી.એ.પી.એસના વડા સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજની સમાધિના પણ દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો.
ખ્યમંત્રીશ્રીએ ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી હતી. આ અવસરે નારાયણમુની સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘનશ્યામપ્રિય સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન-પૂજા અર્ચના કરી ગુજરાત કોરોનામુક્ત બને તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રીશ્રીએ મારૂતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય –ભવ્ય બને અને ચાલુ વર્ષે ચોમાસું સારું રહે એવી કામના કરી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે દર્શન કરી ગુજરાત કોરોનામુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મારુતિ યજ્ઞમાં ભાગ લઈ ગુજરાત દિવ્ય અને ભવ્ય બને તેમ જ આગામી ચોમાસું સારુ રહે તેવી કામના કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પૂજય વિવેકસાગર સ્વામી અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિતના અન્ય સંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે ઊર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, રેન્જ આઈજી, જિલ્લા પોલિસ અધિક્ષક સહિતના અધિકારીશ્રીઓ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહયા હતા