મુખ્યમંત્રીના જન્મદિવસે ધનસુરા ખાતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પંચામૃત યોજાઈ હતી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પંચામૃત યોજાઈ હતી
ધનસુરા ખાતે મહાદેવ મંદિર પરબડી ચોક ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસે તેમના દીર્ઘાયુષ્ય અને ગુજરાતના કલ્યાણ અર્થે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પંચામૃત યોજાઈ હતી જેમાં ધનસુરા તાલુકાના સંયોજક હિમાંશુ ચૌધરી (ભાજપ યુવા મોરચા પ્રમુખ ધનસુરા), અને જયદિપ ભાઈ ચૌધરી ( યુવા મોરચા) એ સત્ય નારાયણ ભગવાન ની કથા નું આયોજન કરેલ હતુ જેમા યજમાન તરીકે દિનેશભાઈ સોનેરી (અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અરવલ્લી જિલ્લા) ,
દૂધીબેન દિનેશભાઈ સોનેરી(પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય)ને કથા મા પૂજન માટે બેસવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું ધનસુરા ના સરપંચ યશવંતભાઈ પટેલ ,સાબર ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ (ચેરમેન બાંધકામ સમિતિ અરવલ્લી જિલ્લા પંચાયત), અરવલ્લી ભાજપ યુવા મોરચા ના મહામંત્રી અવધેશભાઈ પટેલ, ધનસુરા તાલુકા ભાજપ ના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ,ભરતભાઈ પટેલ, હિમાંશુ ચૌધરી (ભાજપ યુવા મોરચા પ્રમુખ ધનસુરા), અને જયદિપ ભાઈ ચૌધરી (યુવા મોરચા),યુવા મોરચા ના મહામંત્રી હરેન્દ્રસિંહ,મંત્રી રાજીવ ભાઈ બારોટ અને વિવિધ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક સમરસતા નુ પણ ઉદાહરણ પૂરું પાડયું હતું