મુખ્યમંત્રીના ભોપાલમાં ફ્રાન્સ વિરૂધ્ધ દેખાવો માટે કડક કાર્યવાહીના આદેશ
ભોપાલ, ભારત ઇસ્લામિક આતંકવાદના વિરોધમાં અવાજ ઉઠાવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સમર્થનમાં છે જયારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કેટલાક લોકોએ દેશની પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ કર્યો. ભોપાલના ઇકબાલ મેદાનમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસુદના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધના નામે સુત્રોચ્ચાર કર્યા હવે આ મામલે શિવરાજ સરકારે કડક વલણ અપનાવ્યું છે.
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આ મામલાને ગંભીરતાથી લીધો છે.મળતી માહિતી અનુસાર શિવરાજ આ ધરણા પ્રદર્શનથી સખત નારાજ છે શિવરાજે આ મામલે દોષિતો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. એક ટ્વીટમાં શિવરાજે કહ્યું કે મધ્યપ્રદેશ શાંતિનો ટાપુ છે તેની શાંતિને ભંગ કરનારા લોકોને અમે પુરેપુરી કડકાઇથી પહોંચી વળીશું આ મામલે ૧૮૮ આઇપીસી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી થઇ રહી છે.
કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે પછી ભલે તે ગમે તે હોય એ યાદ રહે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરૂધ્ધ વિરોધના નામે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસુદના નેતૃત્વમાં હજારો લોકો ભેગા થયા આ દરમિયાન ધાર્મિક સુત્રોચ્ચાર થયા રાષ્ટ્રપતિ મેક્રોન પાસે માફીની માંગણી અને ભારતને ફ્રાન્સથી આયાત નિકાસ બંધ કરવાની માંગણી કરાઇ કોરોના વાયરસ પ્રોટોકોલના પણ ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તો દુર લોકોએ માસ્ક પણ ન પહેર્યા હવે સરકારે બધાનો ઉઘડો લેવા જાેઇ રહી છે આ કેસમાં બે જાહર લોકો વિરૂધ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.HS