મુખ્યમંત્રીની અવગણના કરતા મનપાના અધિકારીઓ
મુખ્યમંત્રીએ લખેલા ૯૦૦ પત્રોને અભરાઈએ મુકવામાં આવ્યા : મુખ્યમંત્રી અને માનવ
|
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સેવનમાં પત્ર વ્યવહાર ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. મ્યુનિ. અધિકારીઓ દ્વારા તેમના વિભાગને લગતી કોઈપણ માહિતીના લેખીત જવાબ આપવામાં આવતી નથી. મ્યુનિ. અધિકારીઓની સદર પ્રથામાંથી રાજયના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને રાજયપાલ પણ બાકાત નથી. મ્યુનિ. કોર્પોરેશનના જુદા-જુદા વિભાગો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તથા રાજયપાલના લેખીતપત્રો ના જવાબ આપવામાં આવ્યા નથી. એક અંદાજ મુજબ ગાંધીનગરથી લખવામાં આવેલા અંદાજે ૮૦૦ કરતા વધુ પત્રોના
જવાબ મ્યુનિ. અધિકારીઓએ આપ્યા નથી. જેમાં એસ્ટેટ એન્ડ ટીડીઓ વિભાગ મોખરે છે.
અમદાવાદ શહેરના નાગરીકો પ્રાથમીક સુવિધા તથા અન્ય નાની-મોટી ફરીયાદો માટે સંલગ્ન વિભાગનો રૂબરૂ સંપર્ક કરે છે. તથા થાકી-હાટીને લેખીત ફરીયાદ કરે છે. જેની નકલ ઝોન ના ડે.કમીશ્નર અને મ્યુનિ. કમીશ્નરને પણ આપતા હોય છે. પરંતુ કોર્પોરેશનમાં નાગરીકોની લેખીત ફરીયાદ આપવાની કોઈ જ પ્રથા નથી. સાથે સાથે ફરીયાદ નિકાલ કરવાની યોગ્ય સીસ્ટમ પણ હજી સુધી ડેવલપ થઈ નથી.
મ્યુનિ. કમીશ્નર કક્ષા સુધી ફરીયાદ કર્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે નાગરીકો ગાંધીનગરના શરણે જાય છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કે. જવાબદાર મંત્રીનો રૂબરૂ સંપર્ક કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી. જેનું મુખ્ય કારણ “પત્ર-વ્યવહાર” છે! ગાંધીનગરમાં બિરાજમાન થયેલા મહાનુભાવો પણ નિયમ મુજબ પત્ર વ્યવહાર કરીને આત્મ સંતોષ મેળવે છે. જયારે મનપાના અધિકારીઓ તેમના નિયમ મુજબ ગાંધીનગરથી આવેલા પત્રોનેજે તે ફાઈલમાં “બંધ” કરીને કાર્ય કર્યા નો સંતોષ મેળવે છે. ગાંધીનગરના મહાનુભાવો એ છેલ્લા ત્રણ વર્ષમાં લખેલા ૮૦૦ કરતા વધુ પત્રોના જવાબ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા નથી.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ નાગરીકોની ફરીયાદો તથા વિકાસના કામો માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ, મંત્રીઓ, વિપક્ષીનેતા દ્વારા સંલગ્ન વિભાગને પત્રો લખવામાં આવે છે. જેનો નિકાલ કરીને જવાબ આપવાની જવાબદારી ખાતાના વડા તથા વહીવટીતંત્રના વડાની છે. પરંતુ ગાંધીનગરને કોઈ ગણકારતા ન હોય તેમ માનવામાં આવે છે. ર૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન ગાંધીનગરની લખવામાં આવેલા ૧૬૯,ર૦૧૭-૧૮ના વર્ષમાં ૨૦૨ તથા માર્ચ ર૦૧૮ સુધીના ૫૫૭ પત્રો મળી કુલ ૮૯૮ પત્રોના જવાબ મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા નથી.
રાજયના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લખવામાં આવેલા૨૦૬ અને મંત્રી કાર્યાલયના ૨૨૫ પત્રોના જવાબ આપવામાં આવ્યા નથી. મતલબ કે,મ્યુનિ.કમીશ્ન્ર તથા અધિકારીઓને જવાબ આપવાની દરકાર નથી. મ્યુનિ. કમીશ્નર તથા અધિકારીઓન સામાન્ય નાગરીકોને જવાબના આપે ત્યાં સુધી તેમની અકકડ સમજી શકાય તેમ છે.પરંતુ મુખ્યમંત્રી સામે પણ આવા અકકડવલણ ના કારણ સમજી શકાય તેમ નથી !
રાજયના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કે જવાબદાર મંત્રીઓ દ્વારા લખવામાં આવેલા પત્રોમાં એસ્ટેટ વિભાગ મોખરે છે. ગાંધીનગરના મહાનુભાવો એ છેલ્લા બે વર્ષમાં પશ્ચિમઝોન ડેપ્યુટી ટી.ડી.ઓને પપ,મધ્યઝોન ટી.ડી.ઓ ને ૬૬, પૂર્વઝોન ટી.ડી.ઓ.ને ૬૫, ઉત્તરઝોન ટી.ડી.ઓને ૫૯, નવા પશ્ચિમઝોન ટી.ડી.ઓમાં ર૩, દક્ષિણઝોન ટી.ડી.ઓ. ને ૭૫ તથા એસ્ટેટ મધ્યસ્થ કાર્યાલય ને ૬૩ પત્રો લખ્યા હતા. આમ, ગાંધીનગરના મહાનુભાવોએ એસ્ટેટ એન્ડ ટી.ડી.ઓ ખાતાને લખેલા પત્રોના જવાબ આપવામાં આવ્યા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૧૬-૧૭ થી સરકારી પત્રોના બાકી
|
અનુ. |
વિભાગ |
૧૬-૧૭ |
૧૭-૧૮ |
૧૮-૧૯ |
કુલ |
૧ |
શહેરી વિકાસ વિભાગના પ્રશ્નો |
૭ |
૨૯ |
૧૬૪ |
૨૦૦ |
૨ |
માન.મંત્રીશ્રી કાર્યાલયના પત્રો |
૧૯ |
૫૭ |
૧૪૭ |
૨૨૫ |
૩ |
માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યલયના પત્રો |
૩૫ |
૪૪ |
૧૨૭ |
૨૦૬ |
૪ |
માનવ અધિકારના પત્રો |
૩૬ |
૧૬ |
૦૮ |
૬૦ |
૫ |
મંત્રીશ્રીના પત્રો |
૬ |
૦ |
૦ |
૬ |
૬ |
રાજ્યપાલશ્રીના પત્રો |
૭ |
૧૪ |
૧૩ |
૩૪ |
૭ |
વિરોધપક્ષના નેતાશ્રીનાપત્રો |
૧૬ |
૪ |
૪૪ |
૬૪ |
૮ |
માન.સંસદસભ્યશ્રી અને ધારા.શ્રીના પત્રો |
૩૬ |
૦૫ |
૦૬ |
૪૮ |
૯ |
માન.નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયના પત્રો |
૦૭ |
૨૦ |
૯ |
૩૬ |
૧૦ |
કુલ |
૧૬૯ |
૨૦૨ |
૫૨૭ |
૮૯૮ |
તેવી જ રીતે એલ.જી.હોસ્પીટલમાં ૧ર, ચીફ સીટી પ્લાનરને ૧૦ સ્કુલબોર્ડમાં ૧૧, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં ૦૯, પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ૦૬ના પત્રોના જવાબ આપવામાં આવ્યા નથી ! વી એસ હોસ્પિટલમાં ૨૦૧૮-૧૯ વખત દરમિયાનમાં કુલ ૧૫ પત્રો લખવામાં આવ્યા છે જે પૈકી માત્ર ૨ પત્રોના જવાબ આપવામા આવ્યા છે જ્યારે ૨૦૧૭-૧૮માં રાજ્ય સરકારે ૩ ફરિયાદો કરી હતી જેનો કોઈ નીકાલ કરવામાં આવ્યો નથી ચોકાવનારી બાબતએ છે કે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી ને પત્રો ના જવાબ આપનાર અધિકારીઓ માનવ અધિકાર પંચ તથા રાજયપાલ ને પણ જવાબ આપતા નથી.
રાજયપાલ દ્વારા લખવામાં આવેલા ૩૪ પત્રોના જવાબ પણ કોર્પોરેશન તરફથી આપવામાંચ આવ્યા નથી. શહેરના મધ્યઝોનમાં બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામની ફરીયાદો મામલે રાજયપાલે ડે.એસ્ટેટ ઓફીસર મધ્યઝોનને બે વર્ષમાં પંદર પત્રો લખ્યા છે. જેના જવાબ આપવામાં આવ્યા નથી. માનવ અધિકાર પંચ દ્વારા પણ જુદી-જુદી ફરીયાદોના સંદર્ભમાં ૬૦ કરતા વધુ પત્ર લખવામાં આવ્યા છે. જેના જવાબ આપવાની તસ્દી જવાબદાર અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી.નોધનીય બાબત એ છે કે માનવ અધિકાર પંચે પણસૌથી વધુ પણ મધ્યઝોન ના ડે.એસ્ટેટ ઓફીસર ને જ લખ્યા છે. જેના જવાબ આપવામાં આવ્યા નથી.
રાજય વિરોધપક્ષના નેતા ને પણ જવાબ આપવાની તસ્દી લેવામાં આવતી નથી. વિરોધપક્ષ કાર્યાલય ને પણ ૬૪ પત્રોના જવાબ આપવામાં આવ્યા નથી. વિરોધપક્ષનેતાએ પણ સૌથી વધુ ૧૭ પત્રો મધ્યઝોનના ડે.ટી.ડી.ઓ ને લખ્યા છે. મધ્યઝોનમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામના પડઘા દિલ્હી સુધી જાય છે. પરંતુ તેના જવાબ આપવાની તસ્દી ઝોનના જવાબદાર અધિકારી લેતા નથી.