મુખ્યમંત્રીની જાહેરાત થાય તે પહેલાં કોને મળ્યા હતા ભૂપેન્દ્રભાઈ

રવિવારે સવારે ઘાટલોડિયા મતવિસ્તારના બોપલ ખાતે આયોજીત સંગઠનની બૃહદ્ બેઠકમાં ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ અનૂચૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમનભાઈ વાઝા,પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવા તેમજ અન્ય કાર્યકરોને મળ્યા હતા.
આ ઉપરાંત અમદાવાદના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ ખાતે સમર્પમ બંગલોઝ બી.આર. ટી.એસ. બસ સ્ટેન્ડ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે કર્ણાવતી મહાનગર મંત્રી,AMTS સભ્ય શ્રી વિનોદભાઈ પટેલ, વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
સવારે કાર્યકરોને અને બોપલમાં રહેતા લોકોને મળ્યા ત્યારે કોઈને અણસાર પણ ન હતો કે ભૂપેન્દ્રભાઈના નામની જાહેરાત બપોરે સી.એમ. તરીકે થવાની છે. ત્યાંથી સીધા જ તેઓ કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહોંચ્યા હતા.