મુખ્યમંત્રીની દુરંદેશીતા અને યુવાનોના સામર્થ્ય વડે દિવ્ય ગુજરાતનું નિર્માણ આકાર લઇ રહ્યું છે

સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનોને પોતાના ગૌરવશાળી અતીત અને વૈભવશાળી ભવિષ્યની એક મજબૂત કડીના રૂપમાં જાેતા હતા. વિવેકાનંદજી કહેતા હતા કે, બધી જ શક્તિ તમારી અંદર છે તે શક્તિને પ્રગટ કરો, તેની ઉપર ભરોસો કરો કે, તમે બધું જ કરી શકો છો.
પોતાની જાત પર આ વિશ્વાસ, અશક્ય લાગનારી વાતોને શક્ય બનાવવાનો આ સંદેશ આજે પણ દેશના યુવાનોની માટે એટલો જ પ્રાસંગિક છે, યથોચિત છે. ભારતનો આજનો નવયુવક આ વાતને ખૂબ સારી રીતે સમજી રહ્યો છે, પોતાની જાત ઉપર વિશ્વાસ કરીને આગળ વધી રહ્યો છે.
વિશ્વના સૌથી યુવા દેશ એવા ભારતમાં ૩૫ વર્ષની વય સુધીની જન સંખ્યા ૬૫ ટકા છે. ગુજરાત પણ ૬૫ ટકા ઉપરાંત યુવાશક્તિ ધરાવતુ રાજ્ય છે. યુવાનો ગતિશીલ અર્થતંત્ર અને મજબૂત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાત વિકાસયાત્રાના પાયામાં યુવાશક્તિનું બહુ મોટુ યોગદાન રહેલું છે.
કોઇ પણ રાષ્ટ્ર, પ્રદેશ કે રાજ્યની વિકાસ ઇમારત યુવાશક્તિના મજબુત ખભા ઉપર ઉભી હોય છે. આજનો યુવાન એ આવતીકાલના રાષ્ટ્રનું ભવિષ્ય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મૃદુ છતાં મક્કમ નેતૃત્તવ હેઠળ રાજ્ય સરકારે પરિણામલક્ષી અને નક્કર આયોજન દ્વારા ગુજરાતના યુવાધન માટે પ્રત્યેક હાથને કામના મંત્રને આત્મસાત કર્યો છે. રાજ્યના યુવાધનને પ્રગતિના સાચા માર્ગ તરફ વળીને ગુજરાત સરકારે રાજ્યનો બહુઆયામી વિકાસ કર્યો છે.
યુવાનોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરી શકાય તે માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઉર્જાવાન નેતૃત્વ હેઠળ રાજ્યના યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારની વિશાળ તકોના દરવાજા ખોલ્યા છે. રાજ્ય સકરાર યુવાશક્તિને વધુ સશક્ત બનાવવા માટે પ્રતિબધ્ધ છે.
યુવાનોને સ્વરોજગારી તથા ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરવા રાજ્ય સરકારે નીતિ જાહેર કરી છે. ગુજરાતનો યુવાન જાેબ સિકર નહીં પણ જાેબ ગીવર બની રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવા તત્પર છે. ગુજરાતના યુવાનોના હાથને યોગ્ય કામ અને મહેનતને યોગ્ય દામ મળે તે માટે ગુજરાતે પરિણામલક્ષી કામગીરી આદરી છે, તે જાણવા માટે રાજ્ય સરકારના ર્નિણયો અને કાર્યો ઉપર દ્રષ્ટીપાત કરવો રહ્યો.
ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારનું મુલ્ય ખુભ ઉચું છે અને વ્યક્તિ સંસ્કારથી જ પોતાના ઉચ્ચત્તમ મૂલ્યોને હાંસલ કરે છે એટલે જ બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકારે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે.
ડિપ્લોમાં થયેલ યુવાન ઉચ્ચ અભ્યાસ સરળતાથી કરી શકે તે માટે ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં તેમજ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો ર્નિણય કરાયો છે. છેવાડામાં વસ્તા યુવાનોની ગુણવત્તાયુક્ત વૈશ્વિક ટેકનોલોજી સાથે શિક્ષણ મળે તે માટે રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે અને રાજ્યની યુનિવર્સિટીઓને વેશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ૪ વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોના કપરા કાળને કારણે જે યુવાનોને ઉમર વધી ગઇ હતી અને સ્પર્ધાત્મક પરિક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી ર્નિણય લેવામાં આવ્યો છે. યુવાનો રાજ્યના હેરીટેજને જાણે, હેરીટેજનું સંરક્ષણ કરે અને સાથે જ હેરીટેજ ટુરિઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તે માટે હેરિટેઝ પોલિસીની જાહેરાત કરી છે.
રાજય સરકારના ‘હર હાથ કો કામ, હર ખેતકો પાની’ સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યમાં કુલ ૪૬ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારલક્ષી વિવિધ સેવાઓ આપવામાં આવે છે. ભારત સરકારનાં શ્રમ રોજગાર મંત્રાલય તરફથી પ્રકાશિત અહેવાલ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. રોજગાર કચેરીઓ દ્વારા ખાનગી ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૧૭,૩૧,૭૫૯ ઉમેદવારોને તેમજ ચાલુ વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં ૨,૪૧,૪૭૭ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. -મિનેશ ત્રિવેદી