મુખ્યમંત્રીની સૂચના બાદ બીજા જ દિવસે દાહોદની સિવિલ હોસ્પિટલમાં સિટીસ્કેનનો પ્રારંભ
કોરોના સંક્રમણ સામે નાગરિકોને મળી રહેલી આરોગ્યની સુવિધાની સમીક્ષા કરવા માટે મંગળવારે દાહોદ આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપેલી સૂચનાની જિલ્લા વહીવટી તંત્રએ ગણતરીની કલાકોમાં જ અમલવારી કરી ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે સિટીસ્કાનની સુવિધા શરૂ કરાવી દીધી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું કે, ઝાયડ્સ હોસ્પિટલમાં સિટીસ્કાનની સુવિધા શરૂ દેવાઇ છે. રાજ્યની અન્ય સરકારી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા સિટીસ્કાનના જે દરો નિયત કરવામાં આવ્યા છે, તે જ ચાર્જ પ્રમાણે અહીં નાગરિકો સિટીસ્કાન કરાવી શકશે.
ઝાયડ્સના ડો. સંજીવ કુમારે જણાવ્યું કે, આ સુવિધાનો પ્રારંભ થતાંની સાથે જ આજ બુધવારના સવારના પાંચ વ્યક્તિના સિટીસ્કાન કરવામાં આવ્યા હતા. કોરોનાના કેસમાં ફેંફસામાં ઇન્ફેક્શનની તપાસ માટે કરાતા એચઆરટીસી માત્ર રૂ. ૧૮૦૦ની દરે અહીં કરવામાં આવશે. આ સુવિધા શરૂ થતાં નાગરિકોને રાહત થશે.