મુખ્યમંત્રીને સંબોધી અગરીયાઓ-આગેવાનો દ્રારા હળવદ મામલતદારને આવેદન અપાયુ

કચ્છના નાના રણને “રણ સરોવર”મા ફેરવવામા હજારો અગરીયા પરીવારોની રોજી છીનવાઈ જવાના ભય સાથે લુપ્ત થતી ધુડઘર પ્રજાતીના એશીયાના એક માત્ર અભ્યારણનુ અસ્તીત્વ જોખમમા??
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કચ્છના નાના રણ વિસ્તારમા મીઠઠુ પકવતા હળવદ, ધ્રાંગધ્રા, ખારાઘોડા, ઝીઝુવાડા, માળીયા-મિયાણા તેમજ સામખીયાળી વિસ્તારના હજારો અગરીયા પરીવારોનો જીવન નિર્વાહ આ વ્યસાય પર આધારીત છે.ત્યારે, રાજય સરકારની કથીત મહત્વકાંક્ષી “રણ સરોવર” યોજના એટલે કે કચ્છના નાના રણના અંદાજીત ૫૦૦૦ ચો.કી.મીનો બંધ બાધી સમગ્ર રણને સરોવરમા પરીવર્તીત કરવામા આવે,આવા સંજોગોમા આ સમગ્ર વિસ્તારમા વડાગરૂ મીઠ્રુ પકવતા અગરીયાઓ રોજી છીનવાઈ જવાની સાથોસાથ,કચ્છના આ નાના રણમા લુપ્ત થતી ઘુડઘર પ્રજાતીના ઉછેર અને સંવર્ધનનુ અભ્યારણ પણ સમગ્ર એશીયામા આ રણમા આવેલુ છે અને અહી જ જોવા મળે છે.

ત્યારે, આ અભ્યારણમા રહેલ ઘુડખર જાતીના અસ્તિત્વ ઉપર પર ખતરો થઈ શકે છે.કદાચ, આ અભ્યારણને અન્ય કોઈ જગ્યા એ ખસેડવામા આવે તો આ આબોહવામા ઉછેર અને સંવર્ધન પામતા આ ઘુડખરનુ શુ અન્ય આબોહવામા અસ્તીત્વ ટકશે ખરૂં? ધુડખરની અન્ય વ્યવસ્થા થઈ ગઈ તો આ હજારો અગરીયા પરીવારોની આજીવીકાનુ શુ? શુ અન્યત્ર આટલા બઘા પરીવારોની આજીવિકાની વ્યવસ્થા સરકાર દ્રારા શકય છે? તેવા અન્ય મહત્વના સવાલો પણ અગરીયાઓ-આગેવાનો દ્રારા ઉઠાવવામા આવેલા છે
(તસ્વીર-અહેવાલઃ જીજ્ઞેશ રાવલ,હળવદ)