Western Times News

Gujarati News

મુખ્યમંત્રી અમરિંદરના પુત્રને ઇડીએ નોટીસ મોકલી

ચંડીગઢ, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણઇદર સિંહને વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ (ફેમા) ઉલ્લંધનના આરોપીમાં ઇડીએ લગભગ ચાર વર્ષ બાદ ફરી નોટીસ જારી કરવામાં આવી છે. તેમને ૨૭ ઓકટોબરે જાલંધર કાર્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે આ મામલો ૨૦૧૬ની પહેલાનો છે.

આ પહેલા રણઇદરને ૨૦૧૬માં બોલાવવામાં આવ્યા હતાં કેટલાક દિવસ પહેલા પંજાબ સરકારે વિધાનસભામાં કેન્દ્ર સરકારના કૃષિ કાનુનની વિરૂધ્ધ પ્રસ્તાવ પાસ કર્યા હતાં ત્યારબાદથી કેન્દ્ર અને રાજય સરકારમાં મતભેદ છવાઇ ગયા છે.

ઇડીએ જુન ૨૦૧૬માં રણઇદર સિંહની વિરૂધ્ધ સમન જારી કર્યું હતું તેમાં ફેમાના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો ઇડીએ રણઇદરથી સ્વિટ્‌ઝરલેન્ડની એક બેંકમાં ટ્રાંસફર કરવામાં આવેલ ફંડના સ્ત્રોતની બાબતમાં પુછયુ હતું આ ઉપરાંત એક ટ્રસ્ટ બનાવવા અને બ્રિટિશ વર્જિન આઇલૈંડમાં પૈસા ટ્રાસફર કરવાના મામલામાં પણ સમન જારી કરવામાં આવ્યું હતું.

બાદમાં કેપ્ટને પોતાના પુત્રની વિરૂધ્ધ આરોપોને નકારી દેતા તે સમયના નાણાં મંત્રી અરૂણ જેટલી પર નિસાન સાધ્યું હતું તેમણે તેને રાજનીતિક કાવતરૂ ગણાવ્યું હતું કારણ કે ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં અમરિંદર સિંહ અને અરૂણ જેટલી અમૃતસર બેઠકથી આમને સામને હતાં ત્યારે કેપ્ટન ૯૦ હજાર મતોથી ચુંટણી જીતા હયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.