Western Times News

Gujarati News

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

નવી દિલ્હી, ઓમિક્રોનના વધતા જાેખમ વચ્ચે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે મંગળવારે સવારે ટ્‌વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે.

તેઓને કોરોનાના હળવા લક્ષણો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાને ઘરની અંદર ક્વોરેન્ટાઈન કરી લીધા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યું હું કોરોના પોઝિટિવ આવ્યો છુ. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કર્યો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરી દે અને પોતાનો ટેસ્ટ કરાવી લે.

દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના ૪૦૦૦થી વધારે નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૪.૫૮ લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને ૬.૪૬ ટકા થઈ ગયો છે.

કોરોના સંક્રમણને કારણે સોમવારે ૧ દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. દિલ્હીમાં સતત ૧૦મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. નોંધનીય છે કે, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરુ કર્યા છે.

દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજાે ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.