મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબીયત લથડી, હોસ્પિટલમાં દાખલ

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને છાતીમાં અતિશય દુઃખાવો થવાને કારણે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અશોક ગેહલોતે પોતે ટ્વીટ કરીને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.
અશોક ગેહલોતે ટ્વીટમાં લખ્યું છે કે કોરોના સંક્રમણ બાદ મને સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને ગુરૂવાર રાતથી મને છાતીમાં તીવ્ર દુઃખાવો થઈ રહ્યો હતો. હમણાં જ એસએમએસ હોસ્પિટલમાં મારું સિટી એન્જીયો કરાવ્યું છે. એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવશે. હું ઠીક છું અને જલ્દી પાછો આવીશ.
તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ મારી સાથે છે. કોરોના વાયરસ સંકટ વચ્ચે ચાલુ વર્ષે એપ્રિલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા હતા. જે અંગે તેમને ટ્વીટ કરીને માહિતી આપી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રીએ લખ્યું કે, ‘કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મને કોરોનાના કોઈ લક્ષણો નથી અને મને સારું લાગે છે. કોવિડ પ્રોટોકોલને અનુસરીને હું ક્વોરેન્ટાઇન રહીને જ કામ કરવાનું ચાલુ રાખીશ. ડોકટર્સની સલાહ અને સારવારને કારણે અશોક ગેહલોતે કોરોનામુક્ત થયા હતા, પરંતુ જે બાદ તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ રહી છે. ડોક્ટર્સની ટીમ સતત મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
અશોક ગેહલોત પોતાના કથળતા સ્વસ્થ્યને કારણે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા ન હતા. મીડિયા અહેવાલો અનુસાર ગુરુવારની મોડી રાત્રે મુખ્યમંત્રીને સારવાર માટે દિલ્હી લઈ જવાનો કાર્યક્રમ પણ હતો, ચાર્ટરને સ્ટેન્ડબાયમાં તૈયાર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી. જાે કે, થોડા સમય પછી, સ્વાસ્થ્યમાં સુધારો જાેતા દિલ્હી લઇ જવાની યોજના રદ્દ કરવામાં આવી હતી. સિદ્ધુનું નિવેદન – જાે તમે મને ર્નિણય લેવા નહીં તો…, હરીશ રાવતે આપ્યો આવો જવાબ આપ્યો ઉલ્લેખનીય છે કે, ચાર્ટર પ્લેન દિલ્હીથી જયપુર જવાનુ હતું, પરંતુ તેને ના પાડી દેવામાં આવી. હાલમાં ડોક્ટર્સ મુખ્યમંત્રીના જરૂરી રિપોર્ટ્સ કરી રહ્યા છે, અશોક ગેહલોતે સ્વાસ્થ્ય કારણોસર દિલ્હી જવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે.HS