મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે રેટિંગ નવીન પટનાયક અને અરવિંદ કેજરીવાલને
નવી દિલ્હી, આઈએનએસસી સી વોટર સ્ટેટ ઓફ ધ નેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં સૌથી સારો દેખાવ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યો છે.
નવીન પટનાયકને 78 ટકા અને કેજરીવાલને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.આશ્ચર્યની વાત એ છે કે, નવા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં સફળ રહેલા પંજાબના સીએમ અમરિન્દરસિંહને તેમના રાજ્યમાં માત્ર 9 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.કોંગ્રેસ શાસિત રાજ્યોના સીએમમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ 55 ટકા રેટિંગ સાથે મોખરે છે.
જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવનતે 0.41 ટકા અને હરિયાણા સીએમ ખટ્ટરને 8.2 ટકા તથા ગોવાના સીએમ પ્રમોદ સાવંતને માત્ર 4.9 ટકાનુ રેટિંગ મળ્યુ છે.
કેરલ અને આંધ્રપ્રદેશના સીએમને 60 ટકા કરતા વધારે એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવનુ રેટિંગ માત્ર 22 ટકા છે.તૃણમુલ કોંગ્રેસના નેતા અને બંગાળના સીએમ મમતા બેનરજીને રાજ્યના લોકોએ 52 ટકા એપ્રૂવલ રેટિંગ આપ્યુ છે.જ્યારે ભાજપમાં એક માત્ર મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ જ એવા મુખ્યમંત્રી છે જેમને 50 ટકા કરતા વધારે રેટિંગ મળ્યુ છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથને માત્ર 35 ટકા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને 36 ટકાનુ એપ્રુવલ રેટિંગ મળ્યુ છે.
આ સર્વે માટે દેશમાં 30000 કરતા વધારે લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.