મુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૮ ઓકટોબર-૨૦૧૯ને સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮/૩૦ થી ૯/૦૦ સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. મુખ્યમંત્રી હાલમાં કેવડીયા કોલોની, સરદાર સરોવર ડેમ સાઈટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છે. જયાં ડાઈનો ટ્રેઈલનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમજ સાઈકલ ટુર એક્ટીવીટી શરૂ કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રી વિક્રમ સંવત ર૦૭૬ના પ્રથમ દિવસે સવારે ૮/૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ સવારે ૯/૦૦ કલાકે રાજ્યપાલશ્રીને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.
વિજયભાઇ રૂપાણી સવારે ૧૦/૩૦ થી ૧૧/૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રીશ્રી ૯/૪પ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
મુખ્યમંત્રીશ્રી બપોરે ૧૧/૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.