મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપનાર વિજય રૂપાણીની રાજકીય સફર
ગાંધીનગર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે.જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વિજય રૂપાણીનો રાજકીય સફર જાેઇએ તો વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
૭ ઓગસ્ટ ૨૦૧૬એ ગુજરાતના ૧૬માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે ૧૯૭૧થી પક્ષનાં કાર્યકર્તા છે ૧૯૭૬માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહ્યાં છે
૧૯૭૮થી ૧૯૮૧ સુધી આરએસએસના પ્રચારક પણ હતા
૧૯૮૭માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
૧૯૯૬થી ૧૯૯૭ સુધી રાજકોટ મેયર તરીકે કાર્ય કર્યું છે
૧૯૯૮માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
૨૦૦૬માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે