મુખ્યમંત્રી પલાનીસ્વામીએ ૪૭ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
ચેન્નાઇ: તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ અદાપદી નિર્વાચન ક્ષેત્રથી છ એપ્રિલે થનાર વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારી દાખલ કરતી વખતે ૪૭ લાખ રૂપિયાથી વધુની ચલ સંપત્તિ જાહેર કરી છે તેમણે કહ્યું કે તેમના નામ પર કોઇ અચલ સપતિ નથી તેમણે એ પણ કહ્યું કે તેમની પત્ની પાસે ચલ અચલ સંપત્તિ ૧,૦૪,૧૧, ૬૩૧ રૂપિયાની છે અને હિન્દુ અવિભાજિત પરિવાર હેઠળ ૫૦.૨૧ લાખ રૂપિયાની સંપત્તિ છે તેમણે પોતાની પત્નીના નામે ૧.૭૮ કરોડ રૂપિયા અને પૈતૃક સંપત્તિ સહિત હિન્દુ અવિભાજિત પરિવાર હેઠળ ૨.૧૦ કરોડ રૂપિયાની અચલ સંપત્તિની જાહેરાત કરી છે.