Western Times News

Gujarati News

મુખ્યમંત્રી પ્રમુખ સ્વામીના જન્મ સ્થળ ચાણસદમાં વિકાસ કામોના ખાત મૂર્હત કરશે

File Photo

વડોદરા:   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Gujarat CM Vijay Rupani) શનિવાર, તા. પ ઓકટોબર-ર૦૧૯ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદમાં વિવિધ પ્રવાસી-યાત્રી સુવિધા વિકાસના કામોનો પ્રારંભ કરાવશે

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના Bochasanvasi Akshar Purshottam વડા વિશ્વ વંદનીય સ્વ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદમાં (Birth place of Pramukh Swami maharaj) પ્રાસાદિક ગામ તળાવનું રૂ. ૧૦ કરોડના ખર્ચે બૂટિફિકેશનના કામો પ્રવાસન વિભાગ ધરવાનો છે.  મુખ્યમંત્રીશ્રી શનિવારે સવારે ૯/૩૦ કલાકે આ તળાવના બૂટિફિકેશન કાર્ય સહિત આ  પરિસરમાં પ્રાગટય તીર્થ, અક્ષર સેતુ, ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટના વિકાસ કામોનો પણ કાર્યારંભ કરાવશે

પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા (Jawahar Chavda), રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર (Vasan Ahir), યોગેશભાઇ પટેલ Yogeesh Patel તેમજ વડોદરા-છોટાઉદેપૂરના સાંસદશ્રીઓ અને ધારાસભ્યો આ વેળાએ ઉપસ્થિત રહેશે

આ સમારોહમાં શ્રી ઇશ્વરચરણ સ્વામી Ishwar charan Swami અને ડૉ. બ્રહ્મવિહારી સ્વામી Bramhvihari Swami સહિત બી.એ.પી.એસ. BAPS સંતગણ અને અનુયાયીઓ, આમંત્રિતો ગ્રામજનો પણ સહભાગી થવાના છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.