મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકેઃ પાટીલ
ગઢડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે હતાં . ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ગઢડામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા. જેમાં સંતો મંહિતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભરત બોઘરા સહિતના ભાજનપા નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે એક તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તો બીજી તરફ તાજમહલને લઈને નિવેદન આપ્યુ હતું.
કાર્યક્રમમાં અક્ષરધામ વિશે સીઆર પાટીલે મોટી વાત કરતા કહ્યું કે,
‘હવે મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ તેના પર શંકા થાય છે. તાજમહેલ કરતા દિલ્હીના આક્ષરધામના દર્શન કરો. જેમને તાજમહેલ પસંદ પડ્યો તેમની નજરમાં ખામી. પણ મારી નજર સારી છે, મારી નજરે તાજમહેલ કરતા અક્ષરધામ સારો છે. અક્ષરધામમાં તાજમહેલથી વધુ ધન્યતા મળે છે. આ મંદિરના નિર્માણથી પ્રેરણા મળવાની છે. દેશની દુનિયામાં છવાયેલી છબીમાં વધારો થશે.’
આમ, પોતાના નિવેદનમાં સીઆર પાટીલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરને તાજમહલ કરતા સવાયું ગણાવ્યું છે. આ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકરો ૨૦૨૨ની ચૂંટણીને લઈને એક્શનમાં આવી ગયા છે. સાથે કહ્યું ભાજપના કાર્યકરો દરેક અવસરમાં સેવાના કામ કરે છે. જેથી રક્તતુલા જેવા કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.
બોટાદ કાર્યક્રમમાં સીઆર પાટીલે મંચ પરથી સીઆર પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને. સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ ઝ્રસ્ ને છેતરી નહીં શકે.