મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં કોને કયું ખાતું મળ્યું
નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જાેવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે.
ગાંધીનગર, વિરોધ, વિવાદ અને નારાજગીના સમાચારો વચ્ચે આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ ૨૪ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી ૧૦ મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જાે આપવામાં આવ્યો છે,
ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી) સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો મુખ્યમંત્રીના રહેશે.
જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર ૩ રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જાેવા મળી રહ્યો છે,
જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.