મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લીધી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુ ગ્રંથસાહેબને શ્રદ્ધા પૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુગ્રંથ સાહેબને શ્રદ્ધા પૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ ગુરુગ્રંથ સાહેબ સમક્ષ શીશ ઝુકાવી ગુજરાતની ઉત્તરોતર સુખ,સમૃદ્ધિ અને શાંતિની કામના કરી હતી. ગુજરાતના શીખ સમુદાયના પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ વાસુ તથા શ્રી રણજિતસિંહ વાસુએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોનાના કપરા કાળમાં શીખ સમુદાયે હાથ ધરેલા સેવા કાર્યોની પ્રસંશા કરી હતી.
ભવિષ્યમાં પણ શીખ સમુદાય જરૂરિયાતના સમયે સેવા કાર્યો માટે સહયોગ આપશે તેવી અપેક્ષા પણ આ તકે તેમણે વ્યક્ત કરી હતી.
આપ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ અને સ્થાનિક કોર્પોરેટરશ્રીતેમજમહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.