Western Times News

Gujarati News

મુખ્યમંત્રી મમતા બેનર્જી હજુ કેટલાક નેતાઓની ઘર વાપસી કરાવી શકે છે

કોલકતા, બંગાળ વિધાનસભા ચુંટણી દરમિયાન ટીએમસી છોડી ભાજપમાં સામેલ થયેલ અનેક નેતાઓની ઘર વાપસી થઇ શકે છે આ પ્રક્રિયામાં આ નેતાઓને મમતા બેનર્જી અને મહામંત્રી અભિષેક બેનર્જીની કસૌટી પર ખરા ઉતરવું પડશે.સુત્રોનું માનવામાં આવે તે તે નામોની યાદી બનાવવામાં આવી રહી છે જે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા હતાં જાે કે ઘર વાપસી કરાવતા પહેલા એ જાેવામાં આવશે કે ચુંટણી પ્રચાર દરમિયાન આ નેતાઓએ પોતાની જ પાર્ટી ટીએમસીને બદનામ કરી હતી કે નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર ઘર વાપસી કરનારા નેતાઓમાં રાજીવ બેનર્જી અને ફુટબોલરથી સાંસદ બનેલ દીપેદુ બિસ્વાસનું નામ સૌથી ઉપર છે આ બંન્નેની વાપસીનો અંતિમ નિર્ણય પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જી જ લેનાર છે.

ટીએમસીમાં વાપસીની અળકળો પર બિસ્વાસે કહ્યું કે હું કોલકતા ફુટબોલ લીગ અને ડુરંડ કપમાં વ્યસ્ત છું હાલ તેની કોઇ માહિતી નથી જાે આગળ કોઇ સંભાવના બનશે તો મીડિયાને બતાવવામાં આવશે પાર્ટીના રાજય સવિચ અને પ્રવકતા કૃણાલ ધોષે કહ્યું કે નામોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે હાલ પ્રારંભિક તપાસ કર્યા બાદ જ તેના પર અંતિમ નિર્ણય લેવા માટે મોકલવામાં આવશે.

વિધાનસભા ચુંટણીમાં જીત બાદ મમતા બેનર્જીએ મોટું દિલ રાખતા પાર્ટી છોડી જનારા નેતાઓને ઘર વાપસીનો આગ્રહ કર્યો હતો હકીકતમાં એવા અનેક નામ છે જે પાર્ટીમાં ટિકિટ ફાળવણીને લઇ નારાજ હતાં તેમાં સૌથી પહેલું નામ સોનાલી ગુહાનું છે જે હવે ટીએમસીમાં પરત ફરવા માંગે છે મન પસંદ બેઠક નહીં મળવાથી તેમણે ટીએમસી છોડી દીધુ હતું જયારે બીજુ નામ સરલા મુર્મૂનું છે તે પણ ચુંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.