મુખ્યમંત્રી યોગી આદિત્નાથે ગોરખનાથ મંદિરએ દર્શન કરી લોકદરબાર યોજયો
ગોરખપુર,બે દિવસના પ્રવાસે ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે સવારે ગોરખનાથ મંદિરમાં જનસભાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ૬૦૦ થી વધુ લોકો ગોરખનાથ મંદિર પહોંચ્યા અને તેમની તમામ સમસ્યાઓ અંગે મુખ્યમંત્રીએ એક લોક દરબાર કર્યો હતું.
ફરિયાદીઓની ભીડ જાેઈને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુ સેવાશ્રમ અને યાત્રી નિવાસમાં સવારે ૬.૩૦ થી લગભગ ૯ વાગ્યા સુધી દરેક ફરિયાદીને મળ્યા હતા અને તેમની ફરિયાદો સાંભળી હતી અને સ્થળ પર હાજર અધિકારીઓને પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન મંદિરના રેડ રૂમમાં મુખ્યમંત્રીને મળવા આવેલા અન્ય લોકોને ન મળતા મુખ્યમંત્રીએ બધાને બોલાવી જનતા દરબારમાં જ મળ્યા હતા.
મુખ્યમંત્રી સુધી પહોંચેલી મોટાભાગની ફરિયાદો જમીન વિવાદને લગતી હતી. સીએમને કોઈએ કહ્યું કે ઠાકુર દબંગ મારી જમીન પર કબજાે કરવા માંગે છે, તો બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં તૈનાત જવાને તેના પુત્ર પર ચોરીનો આરોપ લગાવ્યો અને અરજી કરી કે મારો પુત્ર મને મારીને મારી સરકારી નોકરી મેળવવા માંગે છે. તેમજ લોક દરબારમાં હાજર તમામ લોકોએ પોતાની સમસ્યા મુખ્યમંત્રી સામે રજૂ કરી હતી.HS2KP