Western Times News

Gujarati News

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કથિત ટૂલકિટ સામે આવ્યુ

લખનૌ: દેશમાં ખેડૂત આંદોલન અને કોંગ્રેસ બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કથિત ટૂલકિટ સામે આવ્યું છે. જેને લઈને સીએમ યોગીનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સંભાળતી ટીમ વિવાદોમાં આવી ગઈ છે.આ ટૂલ કિટમાં એક ઓડિયો વાયરલ થઈ છે. જેમાં મુખ્યમંત્રી યોગીના સપોર્ટમાં ટિ્‌વટ કરવા પર બે રૂપિયા આપવાની વાત કહેવામાં આવે છે. આ કથિત ઓડિયો મુખ્યમંત્રીના સોશિયલ અકાઉન્ટ સંભાળતી ટીમના સભ્યો કહેવાય છે.

તેના રિટાયર્ડ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી છે. કથિત ટૂલકિટ વાયરલ થતાં જ કંપનીએ સેલના લીડર મનમોહન સિંહને ટર્મિનેટ કરી દીધા છે. જાે કે, કંપની તરફથી હજૂ કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. તો વળી ભાજપ પ્રવક્તા મનીષ શુક્લાએ આ સમગ્ર મામલાાં ભાજપ અને મુખ્યમંત્રીને અલગ કરી દીધા છે. તેમણે કહ્યુ હતું કે, આ સમગ્ર મામલો પ્રાઈવેટ કંપની અને તેમના એમ્પલોઈ સાથે જાેડાયેલો છે. કોઈ કંપની ક્યા કર્મચારી રાખે છે,

કોને કાઢી નાખે છે. કઈ રીતે કામ કરે છે, એ તેમનો અધિકાર છે. મનમોહને લખ્યુ છે કે, મારૂ મૌન, કેટલાય પ્રશ્નોની આબરૂ સાચવી લેશે. કંપનીમાંથી કાઢી નાખ્યા બાદ મનમોહન સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં શાયરીના અંદાજમાં લખ્યુ હતું. આ પોસ્ટને તેમના ટર્મિનેશનથી જાેડીને જાેવામાં આવી રહ્યુ છે.

વાયરલ ઓડિયોમાં શું છે ઃ પહેલો શખ્સ- એ બતાવો કે, આ બે રૂપિયા ટિ્‌વટ ક્યા હિસાબે મળે છે ? બીજાે શખ્સ- આ ૧૦૦ ફોલોઅર્સવાળા માટે છે ભાઈ ,પહેલો શખ્સ- સારૂ, હવે એ બતાવો કે ક્યુ હૈશટૈગ હશે ?,બીજાે શખ્સ- ગ્રુપમાં નાખ્યુ તો છે હૈશટેગ,પહેલો શખ્સ- યોગીજીવાળુ હૈશટૈગ ?,બીજાે શખ્સ- હા.યોગીજીવાળુ હૈશટેગ,બીજાે શખ્સ- કોઈ તકલીફ છે શું ?,પહેલો શખ્સ- નહીં..અમે વધુમાં વધુ કરાવવા માગીએ છીએ, જેનાથી થોડૂ વધી જાય., બીજાે શખ્સ- આમા થોડુ ઓછુ પેમેન્ટ વધ્યુ છે. કારણ કે ૨૫ ટિ્‌વટ માગી રહ્યા છે.

બીજૂ એ કે હૈશટેગ સાથે. યોગીજીના ફેવરમાં. મતલબ કે યોગીજી વિશે સારામાં સારૂ લખો.,પહેલો શખ્સ-કોનો ટ્રેંડ છે ?, બીજાે શખ્સ- તું એ છોડને..આ અતુલજીનું ટ્રેંડ છે. ગજેન્દ્ર ચૌહાણનુ ટ્રેડ છે. તું એક આઈડીમાંથી ૨૫ ટિ્‌વટ કરાવ.એનુ પેમેન્ટ કરી દઈશુ.,પહેલો શખ્સ-ઠીક,બીજાે શખ્સ- બધાની લિંક ગ્રુપમાં નાખી દીધી છે, જલ્દી કરાવો, ફોટો સાથે (અહીંથી ફોન કટ થઈ જાય છે)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.