મુખ્યમંત્રી રાહત નીધિમાં ખેતી બેંક દ્વારા રૂ.૧૧ લાખનો ફાળો

કોરોના વાઈરસના વિશ્વવ્યાપી સંક્રમણને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં આ મહામારીના કારણે આર્થિક મંદીની ખુબ મોટી અસર જોવા મળેલ છે. આ મહામારીની ગંભીર અસરો વિશ્વભરના સામાજીક જનજીવન પર પણ થઈ રહી છે.
દેશના લોકોનું સામાજીક અને આર્થિક જીવનધોરણ જળવાઈ રહે તેમજ લોકોની સ્વાથ્ય સંબંધી સેવાઓ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ કોરોના વાઈરસની મહામારીને નાથવા માટે વિવિધ આર્થિક રાહતો અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહે તે માટે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેને ખેતી બેંક દ્વારા બિરદાવવામાં આવે છે તેમજ આજની આ વિકટ પરિસ્થિતિમાં રાજય સરકારશ્રીની સાથે રહી સમાજ કલ્યાણના અને ગરીબ લોકોના કલ્યાણ હેતુ કામગીરી કરવા હરહંમેશની જેમ ખેતી બેંક અને તેના કર્મચારીઓ કટિબધ્ધ છે.
જે અન્વયે ખેતી બેક દ્વારા તા.૩-૪-૨૦૨૦ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂા.૧૧ લાખનો ફાળો માન. મુખ્યમંત્રીશ્રીને રૂબરૂમાં ખેતી બેંકના કસ્ટોડીયન માન.શ્રી પ્રતિક ઉપાધ્યાય તથા બેકના જનરલ મેનેજરશ્રી વિ.એમ.ચૌધરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.