મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને બતકનું શંકાસ્પદ મોતઃબર્ડ ફ્લૂની આશંકા
ગાંધીનગર: ગાંધીનગરમાં તાજેતરમાં સેક્ટર-૩ પાસે આવેલા કેટલાક મરઘાં શંકાસ્પદ મોત નિપજયા હતા જેનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ આવ્યો નથી ત્યા અચાનક જ મુખ્યમંત્રી નિવાસસ્થાને બતકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાના પગલે પશુપાલન તંત્ર સીએમ હાઉસ દોડી ગયું હતું હાલ બર્ડ ફ્લુનો ખતરો હોવાથી અગમચેતીના ભાગરૂપે મૃતક બતકનું નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો જાેકે આ પૂર્વે તેના સેમ્પલને ભોપાલની લેબોરેટરીને મોકલી આપવામાં આવ્યા છે.
માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને એક બતકનું શંકાસ્પદ મોત નિપજતા બર્ડ ફ્લૂની આશંકાના આધારે તંત્ર દોડતું થયું છે અને મૃત બતકના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે. જેમાં બતક નું મૃત્યુ બર્ડફલુના કારણે થયું છે કે અન્ય કારણોસર તેની તપાસ કરવામાં આવશે જેનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
એ બાબત ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગાંધીનગરના સેક્ટર૨૪ ખાતે કેટલાક મરઘાના શંકાસ્પદ મોત નિપજયા હતા તેના સેમ્પલ પણ ભોપાલ મોકલાયા હતા પરંતુ એક સપ્તાહ વીતી ગયા છતાં આજદિન સુધી મરઘાના સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી જેના કારણે તંત્ર અસમંજસ ભરી સ્થિતિમાં મુકાયું છે. જાે કે મુખ્યમંત્રી નિવાસ સ્થાનમાં બતકના મોતના પગલે આસપાસ અન્ય કોઈ પશુ પક્ષીના આકસ્મિક મોત નીપજ્યા છે કે નહીં તે માટે તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જાેકે આ સર્વે દરમિયાન કોઈ પશુ પંખીના શંકાસ્પદ મોત જાેવા મળ્યા નહીં હોવાના કારણે રાહતનો શ્વાસ લીધો છે.