Western Times News

Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું

રાજકોટ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતેના પોતાના મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, હું કોરોનામાંથી રિકવર થયો છું. હું ભગવાન અને જનતાનો આભાર માનુ છું કે,મારો કોરોના ઝડપથી સારો થયો. ગુજરાતનો રિકવરી રેટ પણ ૯૭ ટકાથી વધારે થઇ ચુક્યો છે.

ગુજરાતમાં હવે તમામ દર્દીઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. હજુ પણ કલાકની વાર છે. તમામ મતદાતાઓ આગળ આવે અને લોકશાહીની પોતાની પવિત્ર ફરજ નિભાવે. મતદાન કરે. યુવાનો પણ મતદાન કરે તે માટે આગળ આવે.

ગુજરાતમાં આજે અત્યાર સુધીનું શાંતિપુર્વક મતદાન થઇ રહ્યું છે. ગુજરાત શાંતિપ્રિય ગુજરાત છે. ગુજરાતની પ્રતિષ્ઠાને પણ આપણે જાળવી રાખી છે. કોરોનાના દર્દીને ઝડપથી પોતે સાજા થાય, કોઇને લક્ષણ જણાય તો તેઓ તત્કાલ ટેસ્ટ કરાવે. સરકારી હોસ્પિટલમાં ખુબ જ સારી વ્યવસ્થા છે મે પણ સારવાર સરકારી હોસ્પિટલમાં જ લીધી છે.

તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપી સાજા થાય તેવી મારી આશા છે. કોરોના સંદર્ભે ગુજરાત સરકારે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે તેવું હું કહેતો હતો પરંતુ હવે તો મે અનુભવ પણ કર્યો છે. અનુભવના આધારે કહુ છું કે ખુબ જ સારી વ્યવસ્થા છે. હાલમાં મતદાન મુદ્દે માત્ર જ વિકાસ મુદ્દો છે. કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસ આખા દેશનો કરી રહી છે.

રાજ્ય સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે. મારા શહેરનો વિકાસ મારા ગામનો વિકાસ મારા જિલ્લાનો વિકાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ શક્ય છે, ભાજપ અને વિકાસ એક બીજાના પર્યાય છે. એટલે વિકાસ જ મહત્વનો મુદ્દો છે. લોકો વિકાસને ધ્યાને રાખીને મહાનગરપાલિકામાં અકલ્પનીય પરિણામ આપશે. પરંતુ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ સાફ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.