મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળીને પ્રશંસા કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ નિહાળી હતી. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીઢ અભિનેતા જિતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી.
આ અવસરે અમદાવાદનાં મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, પૂર્વ મંત્રી શ્રી ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ શ્રી દિનેશ મકવાણા, ધારાસભ્યશ્રી સર્વેશ્રી અમિત શાહ, દિનેશ કુશવાહા, શ્રી જિતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી રત્નાકર જી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ. મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે.