મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે દર્શન કર્યા
મુખ્યમંત્રીશ્રીએ દિવંગત સંત પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળના દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ દર્શન કરી બી.એ.પી.એસના વડા સંત શ્રી પ્રમુખસ્વામી મહારાજની સમાધિના પણ દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો.
ખ્યમંત્રીશ્રીએ ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી હતી.
આ અવસરે નારાયણમુની સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘનશ્યામપ્રિય સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.