Western Times News

Gujarati News

મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અમદાવાદમાં નવા રોડ માટે રૂા.૯૦ કરોડ ખર્ચ થશે

प्रतिकात्मक

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ રોડ- રસ્તા તૂટવા સામાન્ય બાબત બની ગઈ છે. મ્યુનિ. શાસકો તૂટેલા રોડ પર શરમાઈ રહયા હોવાથી ઈજનેર વિભાગને નવરાત્રી સુધીમાં ગાબડા ભવા માટે અલ્ટીમેટમ આપ્યુ છે.

શહેરમાં પ૦ હજાર જેટલા નાના-મોટા ગાબડા પડયા છે જેને પુરવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તદ્‌પરાંત દશેરાથી નવા રોડના કામ શરૂ થઈ શકે તે માટે હોટમીક્ષ પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે..

દશેરાથી શરૂ થનાર નવા રોડના કામ એપ્રિલ- ર૦રર સુધી ચાલશે. આ સમયગાળા દરમ્યાન નવા રોડ માટે રૂા.રરપ કરોડ ખર્ચ થશે. જે પૈકી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂા.૯૦ કરોડના કામ માટે આયોજન કરવામાં આવ્યું છે.

રાજયની મહાનગરપાલીકામાં અને નગરપાલીકાઓમાં વિકાસના કામો કરવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં અમદાવાદ મહાનગરપાલિકાને રૂા.૬૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે પૈકી રૂા.૯૦ કરોડની રકમ રોડ રીસરફેસ માટે ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ર૦ર૧-રરમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ મનપાને રૂા.૭૪.૧ર કરોડ મળશે જેની સામે મનપા દ્વારા વિવિધ ઝોનમાં રોડ- રીસરફેસ કરવા માટે રૂા.૯૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

જેમાં સૌથી વધુ રૂા.૧૩.પ૦ કરોડની રકમ પશ્ચિમ ઝોનમાં વિસત જંકશનથી તપોવન સર્કલ સુધીના બંને તરફના સર્વિસ રોડ રીકન્સ્ટ્રકશન કરી રીસરફેસ કરવાના કામ માટે ખર્ચ થશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત મધ્યઝોનમાં ૦૪, પૂર્વઝોનમાં ૦ર, પશ્ચિમ ઝોનમાં ૦૩, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦ર, ઉ.પ.ઝોનમાં ૦૩, ઉત્તરઝોનમાં ૦૩, તથા પશ્ચિમ ઝોનમાં ૦૧ સ્થળે રોડ રીસરફેસ કરવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અમદાવાદ મનપાને રૂા.રપપ કરોડ તેમજ સડક યોજના અંતર્ગત રૂા.૪૮.પપ કરોડ મળી કુલ રૂા.૩૦૩.પપ કરોડ મળ્યા છે જયારે બાકી રકમ ટૂંક સમયમાં મળી શકે છે.

 

રાજયની આઠ મહાનગરપાલિકાઓ પૈકી અમદાવાદને રૂા.૭૪.૧ર કરોડ, સુરત મનપાને રૂા.૬૦.પ૦ કરોડ, વડોદરા મનપાને રૂા.રર.૬૮ કરોડ, રાજકોટને રૂા.૧૭.૯૪ કરોડ, ભાવનગરને રૂા.૮.૩૮ કરોડ, જામનગરને રૂા.૭.૯૪ કરોડ, જુનાગઢ મનપાને રૂા.૪.૧૬ કરોડ તેમજ ગાંધીનગરને રૂા.૪.ર૮ કરોડ મળી કુલ રૂા.ર૦૦ કરોડ આપવામાં આવશે. જે પૈકી રૂા.૧૩૦.૯૦ કરોડની રકમ પ્રથમ હપ્તામાં ચુકવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.