મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા નગરપાલિકાને 1-12 કરોડની ગ્રાન્ટ મળી
ગુજરાત સરકાર દ્વારા શહેરોના વિકાસ માટેના પ્રયત્નો થકી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા પાલિકાને એક કરોડ બાર લાખ રૂપિયાની ગ્રાન્ટનો ચેક સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જી આઇ ડી સી ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, સાબરકાંઠા જિલ્લા ના સાંસદ શ્રી દિપસિંહજી રાઠોડ તથા જિલ્લાના ધારાસભ્યો ના વરદ હસ્તે આપવામાં આવ્યો. ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ જલકબેન પટેલ, ઉપપ્રમુખ અરવિંદ ઠક્કર, કારોબારી સમિતિના ચેરમેન ધર્મેન્દ્રભાઈ મહેતા તથા વિરેન્દ્સિંહ બાપૂ દ્વારા આ ચેક સ્વીકારવામાં આવ્યો હતો.