મુખ્ય માર્ગો પર કિસાન હલ ખાલિસ્તાન જેવા સુત્રો લખાયા
ચંડીગઢ: ગત મોડી રાતે કેટલાક શરારતી તત્વો તરફથી સમરાલા વિસ્તારના મુખ્ય માર્ગોના કિનારે કિસાન હલ ખાલિસ્તાન અને ખાલિસ્તાન જિંદાબાદ લખેલા સુત્રો લખેલા જાેવા મળ્યા હતાં.
આ વાત સ્પષ્ટ ઇશારો કરે છે કે વિદેશોમાં બેઠેલા ખાલિસ્તાની સમર્થકોએ પંજાબમાં પોતાનું નેટવર્ક ફરી સક્રિય કરવાની ગતિવિધિઓ ચાલુ કરી દીધી છે. આવા દેશ વિરોધી તત્વો કિસાન આંદોલનની આડમાં પોતાનો લાભ કમાવવા માટે કિસાનો ખાસ કરીને યુવાનોને ગુમરાહ કરવાનો વારંવાર પ્રયાસ કરી રહ્યાં છે.
સમરાલામાં આવા ઉશ્કેરણીજનક સુત્રો તાજેતરમાં પણ લખવામાં આવ્યા હતાં પરંતુ તે સમયે પોલીસે તાકિદે તેને હટાવી દીધા હતાં.
બીજીબાજુ દિલ્હી સરહદો પર ગત સાત મહિનાથી શાંતીમય રીતે આંદોલન કરી રહેલ કિસાન આંદોલનકારીઓએ પોતાના આંદોલનને ખાલિસ્તાન સાથે જાેડવાની શરારતને આંદોલનને ઠેંસ પહોંચાડનારી કાર્યવાહી બતાવી છે. કિસાન નેતાઓએ કહ્યું કે કિસાનોને આવી કોઇ હરકતથી કોઇ સંબંધ નથી